કોરોનાની મહામારી માં ગુજરાતમાં રાજકીય પક્ષો વચ્ચે ખૂબ જ હલચલ મચી રહી છે ત્યારે ગાંધીનગર ખાતે કોળી સમાજના આગેવાનોની બેઠક મળી હતી તેમાં કોળી સમાજના અગ્રણીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. ત્યારે રાજ્ય સભામાં કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપવા માટેની માંગણી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી થી કોળી સમાજ નારાજ છે. આ સમગ્ર ઘટના અંગે લીંબડીના ધારાસભ્યો સોમાભાઈ પટેલે ચોકાવનારું નિવેદન સામે આવ્યું છે.
સોમાભાઈ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં કોળી સમાજનું પ્રભુત્વ દિવસેને દિવસે ઘટી રહ્યું છે. સોમાભાઈ પટેલે કહ્યું કે રાજ્ય સભામાં કોળી સમાજને ટિકિટ મળવી જોઈએ.
અહમદ પટેલ ને ઉમેદવાર મુદ્દે રજૂઆત કરવામાં આવી છે. અને સંગઠનમાં પણ કોળી સમાજને મહત્વ આપવામાં આવતું નથી. આ ઉપરાંત કોળી સમાજને રાજ્યસભામાં કોંગ્રેસે સ્થાન આપ્યું નથી.
જ્યારે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કરતા વધારે કોળી સમાજને મહત્વ આપે છે. મારી રાજ્ય સભામાં જવાની ઈચ્છા છે. આ ઉપરાંત ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીમાં ગાબડું પડવાના એંધાણ છે.
મળતી માહિતી મુજબ કોંગ્રેસના ચાર ધારાસભ્યો ભાજપના કોન્ટેક માં છે. સૌરાષ્ટ્ર અને કચ્છના બે-બે ધારાસભ્યો પણ ભાજપના કોન્ટેક માં છે. મધ્યપ્રદેશ બાદ ગુજરાતના પણ કોંગ્રેસ પાર્ટી ભાંગી પડે તેવા એંધાણ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.