દેશમાં કોરોનાની મહામારી વચ્ચે દેશની જનતાને મોંઘવારીની મહામારી પણ ભોગવવી પડે છે. દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓ ના ભાવ આસમાને સપાટીએ પહોંચી ગયા છે. ત્યારે ગુજરાતમાં ફરી એક વખત ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે.
હાલમાં સાતમ-આઠમનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં કપાસિયા અને સિંગતેલમાં ભાવમાં વધારો થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ રાજકોટમાં કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે.
મળતી માહિતી મુજબ રાજકોટમાં આજરોજ કપાસિયા અને સિંગતેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કપાસિયા તેલના ડબ્બા નો ભાવ 2550 રૂપિયા થયો છે જ્યારે સીંગતેલના એક ડબ્બાનો ભાવ 25 રૂપિયા થયો છે.
સાતમ-આઠમના તહેવાર નજીક આવી રહ્યા છે અને ખાદ્યતેલના ભાવમાં દિવસેને દિવસે વધારો થતો જઈ રહ્યો છે. ભાવ વધારા પાછળ વેપારીઓનું કહેવું છે કે હાલમાં રાજ્યમાં વરસાદ પાછો ખેંચાયો છે.
જેના કારણે ખાદ્યતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષની વાત કરીએ તો કપાસિયા તેલના ભાવ સિંગતેલના ભાવ કરતા હતા પરંતુ આજની વાત કરીએ તો બંનેના ભાવ લગભગ સરખા થઈ ગયા છે.
મોટે ભાગના મધ્યમ વર્ગના લોકો કપાસિયા તેલનો વપરાશ વધુ કરે છે અને કપાસિયા તેલના ભાવમાં સતત વધારાના કારણે સામાન્ય જનતાને તકલીફ પડી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment