ગુજરાતના 2022માં આગામી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે. ત્યારે મળતી માહિતી મુજબ હોસબોલે 18 અને 19 ઓગસ્ટના પ્રાંતીય ટીમ સાથે સંગઠનને મજબૂત કરવા માટે ગુજરાત આવશે.
તેમજ મળતી માહિતી મુજબ આગામી મહિને RSS વડા મોહન ભાગવત પણ ગુજરાતમાં આવશે. મળતા અહેવાલ મુજબ મોહનભાગવત 28 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં આવશે. આ ઉપરાંત સુરતમાં પણ 29 સપ્ટેમ્બરના રોજ વિવિધ ક્ષેત્રના લોકો સાથે મુલાકાત કરશે.
આ ઉપરાંત મોહનભાગવત ગુજરાતના ભાજપના સિનિયર નેતાઓ સાથે બેઠક કરશે આ ઉપરાંત પ્રાંતની ટીમ સાથે પણ બેઠક કરશે. આ ઉપરાંત માર્ચ 2022માં દેશમાં ઉત્તર પ્રદેશ, મણિપુર, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
અને તમામ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વય સેવા સંઘ યુપીમાં પણ નજર રાખી રહી છે.
આ ઉપરાંત યુપીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાજપનો નવો ચહેરો રહેશે. ત્યારે મળતી માહિતી મુજબ ચૂંટણી વાળા રાજ્યમાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં પણ ચહેરા બદલવાની કોઈ યોજના નથી
ત્યારે મળતી માહિતી મુજબ સંઘના ટોચના નેતાઓ ગુજરાતમાં મન-કાર્યકરોની દ્રષ્ટિએ જાણવા આવે છે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે એક મહત્વનું નિવેદન આપ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવાની છે તેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે ચૂંટણી નક્કી કરેલા ટાઈમે જ યોજાશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment