દેશના જવાન દેશની સેવા કરવા માટે હંમેશા તૈયાર જ હોય છે. આજે આપણે એક એવા જ સેનાના જવાન વિશે જાણીએ જેઓ હાલ શહીદ થઈ ગયા છે અને તેમ છતાં તેઓ હજુ પણ દેશની સેવા કરી રહ્યા છે. જે વખતે આ સેનાના જવાન શહીદ થાય છે ત્યારે આપણને ઘણું દુઃખ લાગતું હોય છે.
આ જવાન શહીદ થયા પછી પણ દેશની સેવા કરે છે અને તેમની ફરજ બજાવે છે. આ સેનાના જવાન સિક્કિમમાં ફરજ બજાવતા હતા અને તેઓ શહીદ થયા હતા તેમ છતાં આજે તેઓ ત્યાં ફરજ બજાવી રહ્યા છે.
તેઓને હાલમાં પગાર પણ આપવામાં આવે છે અને તેમને પ્રમોશન પણ આપવામાં આવે છે. હાલમાં શહીદ જવાન ની યાદમાં એક મંદિર પણ બનાવવામાં આવ્યું છે.
આ સેનાના જવાનું નામ હરભજનસિંહ છે અને તેઓ પંજાબ રેજિમેન્ટના જવાન હતા. તેઓ 1968 માં ફરજ પર હતા અને શહીદ થઈ ગયા હતા. એ વખતે તેમનો મૃતદેહ મળ્યો નહોતો અને એક જવાનના સપનામાં આવ્યા હતા.
આવીને તેમના મૃતદેહની જગ્યા બતાવી હતી. બીજા દિવસે તેમનો મૃતદેહ તેમને જગ્યા પરથી જ મળ્યો હતો. એ વખતે તેમના અંતિમ સંસ્કાર કરી લીધા પછી તેમની પૂજા પણ કરવામાં આવે છે.
હરભજન સિંહની એક સમાધિ પણ બનાવવામાં આવી હતી અને તેમની આ સમાધિ સિક્કિમની રાજધાની ગંગટોક માં જેલેપ્લા પાસ અને નાથુલા પાસે તેમની સમાધિ બનાવવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment