ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. સુરતમાં ભારે વરસાદ પડ્યા બાદ ઉઘાડની સ્થિતિઓ સર્જાય છે. સુરતમાં વરસાદ બાદ હવે રોગચાળો વધી ગયો છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં વરસાદ બાદ રોગચાળો વધવાના કારણે ઝાડા ઉલટી અને તાવના કેસમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે.
ત્યારે નવાગામ ડીંડોલી વિસ્તારમાં ઝાડા ઉલટીના કારણે એક અઢી વર્ષની માસુમ બાળકીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. બાળકીના મૃત્યુના કારણે તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સુરતના નવાગામ ડીંડોલી વિસ્તારમાં રહેતી વર્ષીય હંસિકા સુરજ ગૌતમ નું ઝાડા ઉલટીના કારણે કરુણ મૃત્યુ નીપજ્યું છે.
માત્ર અઢી વર્ષની હંસિકાનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર હંસિકાને સવારે ચાર વાગ્યાથી સતત ઉલટી અને જાડા થઈ રહ્યા હતા. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યારે હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન હંસિકાનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
સમગ્ર ઘટનાને લઈને હંસિકાના પિતા સુરજ ગૌતમએ જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી અમારા વિસ્તારમાં રોગચાળો વધી રહ્યો છે. હંસિકાના પિતાએ કહ્યું કે, આજરોજ વહેલી સવારે હંસિકા અચાનક રડવા લાગી હતી. જેથી તેની માતા અને હું જાગી ગયા હતા.
ત્યારબાદ હંસિકાને સતત ઉલટી થવા લાગી હતી. તેથી અમે તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન હંસિકાનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બન્યા બાદ નવાગામ ડીંડોલી વિસ્તારમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment