23 વર્ષના વિદ્યાર્થીએ ત્રીજા માળેથી છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું, આ પગલું ભરતા પહેલા યૂટ્યુબમાં સુસાઇડ નોટ મૂકી હતી…

Published on: 5:44 pm, Sat, 23 July 22

આજકાલ સુસાઇડની ઘટના સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણકે દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. આજકાલના યુવાનો અને યુવતીઓ નાની-નાની વાતમાં સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે એક વિદ્યાર્થીએ સુસાઈડ કરી લીધું છે. મૃત્યુ પામેલા વિદ્યાર્થીની ઉંમર 23 વર્ષની હતી.

તેને બિલ્ડીંગના ત્રીજા માળેથી મૃત્યુની છલાંગ લગાવીને પોતાનું જીવનનું ટૂંકાવ્યું હતું. આ ઘટના ગ્વાલિયર માંથી સામે આવી છે. મૃતક વિદ્યાર્થી IIITMમાં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીએ સુસાઇડ કરતા પહેલા youtube પેજ પર એક સોસાયટી નોટ મૂકી હતી. વિદ્યાર્થીના મૃત્યુના કારણે તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

મૃતક વિદ્યાર્થીએ પોતાના જીવન ટૂંકાવવા પાછળનું કારણ જણાવતાં કહ્યું કે, તે હતાશ છે અને તેણે પોતાના માતા-પિતા પર આરોપ મૂક્યા છે. મૃતક વિદ્યાર્થીએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, તેના માતા-પિતા માર્ગદર્શન આપવામાં નિષ્ફળ રહ્યા હતા.

મળતી માહિતી અનુસાર વિદ્યાર્થી એ ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. વિદ્યાર્થીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે વિદ્યાર્થીને મૃત જાહેર કર્યું હતું.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ સી ધીના હતું. પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. વિદ્યાર્થીએ ગુરૂવારના રોજ સવારે બિલ્ડીંગના ધાબા ઉપર થી મૃત્યુની છલાંગ લગાવી હતી. આ કારણસર તેનું મૃત્યુ નીપજ્યું હતું. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "23 વર્ષના વિદ્યાર્થીએ ત્રીજા માળેથી છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું, આ પગલું ભરતા પહેલા યૂટ્યુબમાં સુસાઇડ નોટ મૂકી હતી…"

Leave a comment

Your email address will not be published.


*