આજે ગુજરાત રાજ્યમાં પર્યાવરણ દિવસની ઉજવણી પર જનતાને પર્યાવરણને સુરક્ષિત રાખવા થી શું ફાયદા થાય છે તે માટે સરકાર કામગીરી કરશે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વનીકરણ અને ઔષધીય વનસ્પતિઓની સુરક્ષા માટે વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હાલમાં દેશમાં ચાલતી કોરોનાની મહામારીમાં લોકોને ઔષધી ખૂબ જ જરૂર પડી છે. કારણકે ઉકાળા બનાવવા માટે આયુર્વેદિક ઔષધિઓ ની ખૂબ જ જરૂર પડે છે. વનવિભાગ દ્વારા નાગરિકોના આરોગ્ય માટે ઔષધિય વનસ્પતિઓનું સંરક્ષણ કરવા માટે ઘણા બધા પ્રયાસો કરી રહી છે.
આજે ગુજરાત રાજ્યમાં વિશ્વ પર્યાવરણ ના દિવસે દેશી પવિત્ર મનાતા એવા તુલસીના છોડ નો વિતરણ કરવામાં આવશે. આજે ગુજરાત રાજ્યમાં 21 લાખ તુલસીના રોપા નું લોકોમાં વિતરણ કરવામાં આવશે.
આ રીતે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ તુલસી રોપા વિતરણ ગુજરાતના અલગ-અલગ શહેરોમાંથી કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં 5 લાખ તુલસીના રોપાનું વિતરણ.
સુરત મહાનગરપાલિકામાં 2 લાખ, વડોદરા મહાનગર પાલિકા વિસ્તારમાં 1 લાખ, રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં 1 લાખ આ ઉપરાંત ગાંધીનગર, જામનગર, ભાવનગર અને જૂનાગઢમાં 50 હજાર તથા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment