ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા સમયથી જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે જૂનાગઢના વિસાવદરમાં બનેલી તેવી એક ઘટના સામે આવી છે. અહીં સરકારી ભરતીની પરીક્ષાઓ માટે તૈયારી કરતા યુવાને ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ પગલું ભરતા પહેલા યુવાને 10 પાનાની સુસાઇડ નોટ લખી હતી.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવાન વિસાવદર મામલતદાર ઓફિસમાં GRD જવાનો તરીકે નોકરી કરતો હતો. તેને કચેરીની બહાર ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મૃત્યુ પામેલો યુવાનો ત્રણ બહેનોનો એકનો એક લાડકવાયો ભાઈ હતો. આ ઘટના બનતા જ મૃતક યુવકના પરિવાર ઉપર આભ તૂટી પડ્યો છે.
મળતી માહિતી અનુસાર મહેનત કરવા છતાં પણ નોકરી ન મળતા યુવાને આ પગલું ભર્યું હતું તેવું હાલમાં કહેવામાં આવી રહ્યું છે. મૃત્યુ પામેલા યુવાને સુસાઇડ નોટમાં વારંવાર ભરતી પરીક્ષાના પેપર ફૂટવાની ઘટનાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. સતત પેપર ફૂટવાના કારણે યુવક માનસિક રીતે થાકી ગયો હતો તેઓ પણ તેને સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો.
મૃત્યુ પામેલા યુવાકે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, પપ્પાથી કામ નથી થતું. જે હવે ઉભા પણ થઈ શકતા નથી. છેલ્લા છ મહિનાથી સમય માગ્યો અને કહ્યું પપ્પા એક મોકો આપો બધું ઠીક થઈ જશે, પણ હવે બધું બગડી ગયું છે. પરીક્ષામાં બસનું ભાડું મફત કરવાથી કોઈ ફેર નથી પડતો જિંદગીની 50 ટકા ઉંમર પૂરી થઈ ગઈ છે.
કદાચ કંપનીમાં નોકરીએ લાગ્યો હોત તો અત્યારે ચાર પાંચ વર્ષનો અનુભવ પણ હોત અને સારો પગાર પણ થઈ ગયો હોત. આ ઉપરાંત યુવકે પોતાના પરિવારજનો માટે લખ્યું હતું કે, એક ભાઈ તરીકે આજ સુધી બહેનોને કાંઈ આપી શક્યો નથી. મારા પગારની થોડીક મૂડી છે એ બહેનો તમે લઈ લેજો, કારણ કે અમદાવાદમાં ભાડું વધતું જશે.
નોકરી મળી હોત તો બહેનોને મકાન લઈ દેવું હતું અને ભાણિયાઓને ભણાવવા હતા, પણ સપનું હવે અધૂરું રહી ગયું છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. મહેનત કરવા છતાં પણ રોજગારી ન મળતા યુવકે આ પગલું ભર્યું છે તેવું સુસાઇડ નોટમાં તેને ઉલ્લેખ કર્યો છે. પોલીસે સુસાઇડ નોટ ના આધારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment