ગુજરાતમાં સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાના કારણે ગુજરાતની જનતા પરેશાન છે. તેવામાં ગુજરાત સરકારે ઈ-વ્હીકલની બેટરી રિચાર્જ થી લઈને તે મુદ્દે વધુ સંશોધન માટે ગુજરાત સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે હવે તેની નવી પોલીસી પણ જાહેર થઈ છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારાને કારણે તંત્ર દ્વારા મોટી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને સરકાર દ્વારા મહત્વની પોલીસી પણ જાહેર થઈ છે.
ગુજરાત રાજ્યમાં આજ રોજ ગાંધીનગર ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાને કારણે ગુજરાતમાં લાગુ કરવામાં આવશે ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી.
ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી મુજબ જો કોઈ પણ વ્યક્તિ ઈલેક્ટ્રીક વ્હીકલ પોલિસી અંતર્ગત 4 વ્હીલર ની ખરીદી કરશે તો તેને 1.50 લાખ રૂપિયાની સબસીડી સરકાર તરફથી મળશે.
3 વ્હીલર ની 50 હજાર રૂપિયાની સબસીડી સરકાર તરફથી મળશે. આ ઉપરાંત ટુ વ્હીલરને 20 હજાર રૂપિયાની સબસીડી સરકાર તરફથી મળશે. સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય એવુ છે ત્યાં આ રીતે નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment