ગુજરાત સરકારની કેબિનેટ બેઠક આજે ગાંધીનગર ખાતે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ધોરણ 1 થી 5 ના ઓફલાઇન વર્ગો શરૂ કરવાને લઈને પણ મંથન કરવામાં આવ્યું હતું.
કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ જીતુભાઇ વાઘાણીએ કહ્યું કે વાલી હોય છે રહ્યા છે કે હવે શાળાઓ શરૂ થાય પરંતુ વાલીઓએ થોડી હજુ પણ રાહ જોવી પડશે.
શિક્ષણ મંત્રીએ કહ્યું કે રાજ્યમાં પ્રાથમિક શાળા શરૂ કરવા અંગેની તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. કમિટીના નિર્ણય બાદ વિષેગ્નો સાથે બેઠક કરીને શાળાઓ ફરી શરૂ કરવી કે નહીં તેનો નિર્ણય
લેવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે આરોગ્ય મંત્રી સાથે ચર્ચા કરવામાં આવી છે. બાળકોની આરોગ્ય ની પણ ચિંતા કરવામાં આવી રહી છે અને કોરોના ની સ્થિતિ બાદ નિર્ણય લેવામાં આવશે.
કોરોના માર્ગદર્શિકા પ્રમાણે લાંબા સમય બાદ પ્રાથમિક શિક્ષણ શરૂ થાય તેવા એંધાણ છે. ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળાઓ શરૂ કરવા શિક્ષણ વિભાગ હાલ વિચારણા કરી રહ્યુ છે જેમાં ડિસેમ્બરની શરૂઆતમાં વર્ગો ખુલશે તેની માહિતી મળી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment