કોરોનાની મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે શાળા-કોલેજો ખોલવાની પરમિશન આપી નથી.શિક્ષણ વિભાગની બેઠકમાં શાળાઓ દિવાળી બાદ જ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી ના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં 21 સપ્ટેમ્બર ધોરણ 9 થી 12 વિદ્યાર્થીઓ માતા-પિતાની સંમતિથી માર્ગદર્શન મેળવવા માટે શાળાએ જઈ શકશે તે નિર્ણયને કેન્દ્ર સરકારે મરજીયાત અમલ કરવા સુચના આપેલ છે.
રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓએ પોતાની માતા પિતા ની પરમિશન થી શાળાએ માર્ગદર્શન મેળવવા માટે જે માર્ગદર્શિકા જાહેર થઈ હતી તેને કેન્દ્ર સરકારે મરજીયાત અમલ કરવા સુચના આપેલ છે.આજરોજ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે .
રાજ્યમાં અને પરિસ્થિતિને જોતા 21મીથી માર્ગદર્શન મેળવવા માટે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવાની કેન્દ્રની ગાઈડ લાઈન છે તે સંપૂર્ણ મરજિયાત છે અને કેન્દ્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે, રાજ્ય પોતાની અનુકૂળતા પ્રમાણે નિર્ણય કરે.
કેન્દ્રની આ વાતને ધ્યાનમાં લઈને કેબિનેટમાં નિર્ણય લેવાયો છે કે, 21મી સપ્ટેમ્બરથી માતા પિતાની સંમતિ સાથે વિદ્યાર્થી માર્ગદર્શન મેળવવા જઈ શકે તે SOP નો અમલ ગુજરાત સરકાર નહીં કરે.ભવિષ્યમાં અનુકૂળ સમય અને કોરોના નું સંક્રમણ ઘટે ત્યારબાદ જ એનો અમલ કરવામાં આવશે તેવો નિર્ણય કેબિનેટ મીટિંગમાં કરવામાં આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment