ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ની પરીક્ષા ને લઈને રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વની જાહેરાત કરી છે. 1 જુલાઈ ને રોજ ધોરણ 12 ના સામાન્ય પ્રવાહ અને સાયન્સ ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. ધોરણ 10 ના રીપીટર ની પણ આ રીતે પરીક્ષા લેવાશે. 6 લાખ 83 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે.
દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલી મુજબ સાયનસ માં ભાગ 1 માં 50 ગુણ ની બહુવિકલ્પ OMR પદ્ધતિ અને ભાગ 2 માં વર્ણનાત્મક લેખિક સ્વરૂપ ની 50 ગુણ ની પરીક્ષા એમ ત્રણ કલાક ની યોજાશે. વિદ્યાર્થીઓને પોતાની શાળાના નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે. મહામારી માં દૂર ના અંતરે પરીક્ષા આપવા જવું ન પડે તે માટે વધુ પરીક્ષા કેન્દ્રો શરૂ કરશે.
કોરોના સંબંધિત કે અન્ય અનિવાર્ય કારણોસર પરીક્ષામાં ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષાના રપ દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી નવા પ્રશ્નપત્ર અને નવા સમય સાથે પરીક્ષા યોજાશે.
વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય તેની ચિંતા સાથે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન અનુસાર એક વર્ગખંડમાં વધુમાં વધુ 20 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. સોશિયલ ડિસ્ટન્સ, ફરજીયાત માસ્ક તેમજ થર્મલ ગન સેનિટાઇઝર સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે.
શિક્ષણ મંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય સાથોસાથ તેમનું ભવિષ્ય પણ ન બગડે તેની ચિંતા સાથે સમગ્ર પરીક્ષા વ્યવસ્થા ગોઠવાય તેવું પ્રેરક સુચન આ બેઠકમાં કર્યુ હતું.
તદઅનુસાર, વિદ્યાર્થીઓને કોરોનાના આ કપરા કાળમાં પોતાની શાળાથી નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે તે હેતુસર પરીક્ષા કેન્દ્રો વધારવાનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કર્યો છે. આ હેતુસર આ વર્ષે રાજ્યમાં પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. જે તાલુકાઓમાં વિદ્યાર્થીઓની પુરતી સંખ્યા ઉપલબ્ધ હશે અને જો આવા તાલુકામાં પરીક્ષા કેન્દ્ર નહી હોય તો ત્યાં પરીક્ષા કેન્દ્ર શરૂ કરાશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment