કોરોના ની કહાની ગુજરાત રાજ્યમાં ફરીથી શાળાઓ શરૂ ગઈ છે જેમાં શાળા કોલેજના બીજા દિવસે સમાચાર આવ્યા હતા કે જામનગરના જોડીયા ની વિદ્યાર્થીની કોરોના પોઝિટિવ નીકળી હતી.આ મામલે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે દીકરી સ્કૂલે ગઈ જ ન હતી.
નવસારીના વાસંદા ની એક હાઇ સ્કૂલમાં શતાબ્દી મહોત્સવના કાર્યક્રમ બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જામનગરના જોડીયા ની શાળામાં કોરોના પોઝિટિવ આવેલી વિદ્યાર્થીની અંગે ખુલાસો કર્યો હતો. તેઓએ કહ્યું કે.
ચાર દીકરીઓએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેમાં એક દીકરી કોરોના પોઝિટિવ આવ્યો હતો.વિદ્યાર્થીની અંગે શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું કે ગઈકાલે જામનગર જિલ્લાના જોડિયા માં મીડિયામાં સમાચાર આવ્યા હતા અને તે સમાચાર અંગે સ્પષ્ટતા કરવા માગું છું.
કે ધોરણ 10માં અભ્યાસ કરતી આ દીકરી શાળાએ ગઈ જ નથી.શાળામાં જતા પહેલા હોસ્ટેલ માં આવવા માટે આવી અને હોસ્ટેલમાં જતા પહેલા પણ તે ચાર દિકરીઓ ટેસ્ટ કરાવ્યો હતો. ત્રણ દિકરીઓ નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
જ્યારે એક દીકરી નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.એ દીકરી ન તો હોસ્ટેલમાં ગઈ છે ન તો શાળામાં ગઈ છે. ત્યાંથી તેને ઘરે મોકલી આપવામાં આવી છે અને આપણે જણાવી દઈએ કે આ શાળા 15મી તારીખ થી ચાલુ થઈ જવાની છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment