કોરોનાની મહામારી વચ્ચે દેશમાં સતત મોંઘવારી વધી રહી છે. કોરોનાની મહામારી સાથે દેશની જનતાને મોંઘવારીની મહામારી પણ ભોગવવી પડે છે જીવન જરુરિયાતની વસ્તુઓ ના ભાવ આસમાની સપાટીએ પહોંચ્યા છે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે.
રાજ્યમાં વરસાદ થોડાક દિવસ બ્રેક ના કારણે ખાદ્યતેલના ભાવમાં વધારો થતો જોવા મળે છે. આજરોજ કપાસિયા તેલમાં 20 રૂપિયા અને પામોલીન તેલમાં પણ 20 રૂપિયાનો વધારો થયો છે.
રાજકોટમાં આજે 10 કિલો સીંગતેલ નો ભાવ 1375 રૂપિયાથી વધીને 1400 રૂપિયા પહોંચ્યો છે. ટેકસપેઈડ ડબ્બા નો ભાવ પણ 2400 રૂપિયાથી 2410 રૂપિયા એ પહોંચ્યો છે.
ઉપરાંત સિંગતેલનો ભાવ માં 20 રૂપિયાનો ઉછાળો થયો. સીંગતેલના ડબ્બા માં 20 રૂપિયાના વધારા સાથે 1880 થી 1900 રૂપિયા પહોંચ્યો છે.
ભાવ વધવાનું કારણ એ છે કે મગફળી અને કપાસનું વાવેતર ખૂબ જ ઓછું છે. આ સિવાય મોંઘવારીને કાબૂમાં રાખવા માટે ઉદ્દેશથી કઠોળ ની જેમ ખાદ્યતેલના ભાવમાં પણ સ્ટોક મર્યાદિત લાગુ કરવાની હિલચાલ છે. ભૂતકાળમાં આ પ્રકારના પગલા વખતે ભાવ ઘટવાની જગ્યાએ વધ્યો હતો.
ઉપરાંત આવતા મહિના તહેવારોનો મહિનો છે. કોરોના સંક્રમણ ઓછું થઈ ગયું છે અને તેના કારણે વપરાશ વધવાનું અનુમાન છે. આ ઉપરાંત સરકાર દ્વારા તાજેતરમાં જ પામોલીન તેલની આયાત જકાત ઘટાડી હતી છતાં પણ કોઈપણ પ્રકારનો ફેરફાર પડ્યો નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment