સુરતથી અમદાવાદ જતી ઈકો કાર આઈસર ટ્રક સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે મહેમદાવાદ પાસેના અમદાવાદ વડોદરા હાઇવે પર બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ઈકો કારમાં સવાર થઈને 6 લોકો સુરત થી અમદાવાદ જઈ રહ્યા હતા. ત્યારે તેમની ઇકો કાર રોડની સાઈડમાં પાર્ક કરેલા આઈસર ટ્રક સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. અકસ્માતની ઘટનાની ગંભીર હતી કે, ત્રણ લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો એક જ પરિવારના હતા. મળતી માહિતી અનુસાર એક્સપ્રેસ હાઈવે પર અમદાવાદ તરફ નડીયાદથી 12 કિલોમીટર દૂર આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં એક માસૂમ બાળક અને બે પુરૂષોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

જ્યારે ઇજાગ્રસ્ત થયેલા લોકોને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.

એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આ ઘટનામાં 45 વર્ષીય સુષ્માબેન ચંદ્રકાંતભાઈ સુરતી, 20 વર્ષીય ક્રિષ્ના ચંદ્રકાંતભાઈ સુરતી અને 12 વર્ષીય ત્રિષા ચંદ્રકાંતભાઈ સુરતી ઇજાગ્રસ્ત થયા હતા, તેમની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*