ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. ખાસ કરીને છેલ્લા થોડાક સમયમાં હાર્ટ એટેક આવવાના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે વેરાવળમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે.
વેરાવળ તાલુકાના સોનારીયા ગામના 52 વર્ષના વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વિગતવાર વાત કરીએ તો સોનારીયા ગામમાં માનસિંહભાઈ ભોજાભાઇ બારડ ગુરૂવારના રોજ સાંજના સાત કલાકની આસપાસ જમવા બેઠા હતા.
ત્યારે અચાનક જ તેમને છાતીમાં દુખાવો થયો હતો અને પછી તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. એટલે પરિવારના સભ્યો તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેમની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટનાના સમાચાર મળતા જ મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો છે. જાણવા મળી રહ્યું છે કે, માનસિંહભાઈની તબિયત ખૂબ જ તંદુરસ્ત હતી, તેવામાં અચાનક જ તેમનું મોત થતા સમગ્ર ગામમાં દુઃખનું વાતાવરણ ફેલાયું છે.
માનસિંહભાઈ ખૂબ જ સેવાભાવી હતા અને તેઓ દરરોજ કૂતરાઓને બિસ્કીટ ખવડાવતા પંખીઓને જાણ નાખતા અને નાના બાળકોને રમાડતા હતા. તેઓ ખૂબ જ શાંત સ્વભાવના હતા અને ગામના લોકો સાથે હળી મળીને રહેતા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment