દેશમાં જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં સતત વધારો થવાને કારણે સામાન્ય જનતા મૂંઝવણમાં પડી છે. ત્યારે ફરી એક વખત ખાદ્યતેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં જ ગૃહિણીઓ મુંઝવણમાં મુકાય છે.
એક તરફ ગેસના બાટલા, શાકભાજી, દૂધના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ ખાદ્યતેલના ભાવમાં વધારો થાય છે. કપાસિયા અને સિંગતેલના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. કપાસિયા અને સિંગતેલના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
સીંગતેલમાં ભાવ વધારા સાથે સીંગતેલના ડબ્બાનો ભાવ 2600 રૂપિયા પહોંચી ગયો છે. કપાસિયા ના તેલના ભાવમાં વધારા સાથે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2550 રૂપિયા પહોંચી ગયો છે. ખાદ્યતેલના ભાવમાં સતત છેલ્લા છ મહિનાથી વધારો કરવામાં આવી રહ્યો છે.
આ મહિનામાં ખાદ્યતેલના ભાવમાં બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. આજરોજ ખાદ્યતેલના ભાવની સાથે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે.
સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. હજુ પણ આગામી સમયમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે. જો આ જ રીતે ખાદ્યતેલના ભાવમાં વધારો થતો રહે તો સામાન્ય જનતાને ભારે મુશ્કેલી પડશે.
દેશમાં દિવસેને દિવસે દૂધ, પેટ્રોલ-ડીઝલ, શાકભાજી, રાંધણ ગેસ અને ખાદ્યતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જો આ જ રીતે ભાવ વધારો થતો રહ્યો હતો. તો દેશની સામાન્ય જનતાનું બજેટ ખોરવાઇ જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment