મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ શાંત લેવાનું નામ નથી લઈ રહ્યો. આ રાજકીય ભૂકંપ ગુજરાત મુલાકાત બાદ આવ્યો છે અને ગૃહમંત્રી અમીત શાહે એમ કહીને ચર્ચાને પણ વેગ આપ્યો છે કે દરેક વાતને સાર્વજનિક રીતે ન લઈ શકાય. આ નિવેદન ફરી એક વખત મહારાષ્ટ્ર સરકાર માં ભૂકંપ લાવી દીધો છે.
અને નિવેદન પાછળ ની આપણે સ્ટોરી જણાવીએ છીએ. મહારાષ્ટ્રના એનસીપીના બે મોટા નેતા શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ આ બંને નેતા શુક્રવારે સાંજે અમદાવાદ પહોંચ્યા હતા અને બાદમાં બન્ને નેતાઓ ગાંધીનગર પહોંચ્યા હતા.
માનવામાં આવી રહ્યું છે કે બન્ને નેતાઓએ ગાંધીનગરમાં કેટલીક ગુપ્ત મુલાકાત કરી હતી અને એક મોટા બિઝનેસમેન સાથે પણ મુલાકાત કરી હતી. રાજકારણ ક્યારે ગરમાયું જ્યારે જાણકારી સામે આવી.
કે આ દરમિયાન ગૃહમંત્રી અમીત શાહ પણ અમદાવાદમાં હતા.એનસીપીના બંને નેતાઓએ અમદાવાદ પહોંચ્યા તેને દોઢ કલાક બાદ ગૃહમંત્રી અમીત શાહ પોતે પણ અમદાવાદ પહોંચ્યા હતા.
પરંતુ એ નથી નક્કી થઇ રહ્યુ કે એનસીપીના આ નેતાઓની મુલાકાત કોની સાથે સાથે થઈ છે. જ્યારે આ પ્રશ્ન ગૃહમંત્રીને પૂછવામાં આવ્યો તો તેમની આ મુલાકાતને ચર્ચાને વેગ આપ્યો હતો.
પરંતુ આ નિવેદન બાદ મુંબઇ અને મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવ્યો છે.અમદાવાદમાં ગુપ્ત મુલાકાત બાદ મહા અઘાડી સરકારમાં પણ ઝઘડો વધી ગયો છે.
શિવસેનાના મુખપત્ર સામનામાં અનિલ દેશમુખ પર સચિન વાઝે અને વિવાદો નું ઠીકરું ફોડવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં ગુપ્ત મુલાકાત બાદ મહારાષ્ટ્રમાં મહા અધાડી સરકારમાં ભરોસા નું સંકટ ઊભું થતું જોવા મળી રહ્યુ છે.
અનીલ દેશમુખ સાથે જોડાયેલા વિવાદ વચ્ચે સામનામાં લખવામાં આવ્યું છે કે જયંત પાટીલ ના ગૃહમંત્રી બનવાની ના પાડીયા બાદ શરદ પવારે દેશમુખને ગૃહ મંત્રી બનાવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment