ભરૂચ જિલ્લાના રાજકારણ માં આજે અચાનક ગરમાવો આવી ગયો છે. ધારાસભ્ય છોટુ વસાવાના ગઢમાં સૌથી મોટું ગાબડું ભાજપે પાડ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા btp ના 500થી પણ વધારે કાર્યકર્તાઓ ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો છે.
જેના કારણે ભરૂચ જિલ્લાના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે.ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આજે મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ધારાસભ્ય છોટુ વસાવા એ BTP અને AIMIM ના ગઠબંધનની જાહેરાત કરી ચુક્યા છે.
ત્યારે બીજી તરફ તેઓ ના પાયાના કાર્યકર્તા અને તેમનો જમણો હાથ ગણાતા ઝઘડીયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રકાશ દેસાઇ અને રિતેશ વસાવા, એપીએમસીના ચેરમેન દીપક પટેલ ઉપરાંત અન્ય કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે.
ઝઘડિયા તાલુકાના ઉમલલા ગામથી આજે રેલી સ્વરૂપે પ્રકાશ દેસાઇ તથા તેમની ટીમે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી છોટુ વસાવાના ઘરમાં મોટું ગાબડું પાડયું છે. ઝઘડિયા એપીએમસીના પટાગણમાં આજે ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવા અને.
મધ્ય પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર ઉપરાંત ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સિંહ તથા ઊપસ્થિત આગેવાનોની હાજરીમાં 500 થી વધુ કાર્ય કરતા હોય એ ભાજપનો ભગવો ધારણ કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment