દિલ્હીની ભાગોળે ચાલી રહેલા ખેડૂત આંદોલન ને હવે 2 મહિના જેટલા સમય થવા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટે પણ હવે તેમાં એક્ટિવ થઈ ચૂકી છે છતાં હજુ પણ કોઈ નિવેડો આવ્યો નથી.આ બધાની વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકતે આજે જણાવ્યું કે એજન્સી આંદોલનમાં 5-5 કિલો લોટ આપવા.
વાળા લોકોને શોધી રહી છે જયારે કે તેમની પાસે કરવા જેવા ઘણા કામ પેન્ડિંગ પડ્યા છે.ખેડૂત નેતાઓને સરકારી તપાસ એજન્સી એનઆઇએ દ્વારા સમન્સ મોકલવામાં આવતા રાકેશ ટિકતે આજે મોદી સરકાર પર પ્રહારો કર્યો હતો.
રાકેશ ટિકતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે પણ એનઆઇએની ઓફિસ રહ્યા છીએ અમે પણ થોડી જોવા માંગીએ છીએ. આ મામલે સરકારને ચેતવણી આપતાં તેમણે જણાવ્યું કે.
અમને હાથ તો લગાડી જુવો, મહત્વનું છે કે સિખ ફોર જસ્ટિસ ના મામલે લગભગ 40 લોકોને તપાસ માટે બોલાવવામાં આવ્યા છે.નોંધનીય છે કે આ 26 મી જાન્યુઆરી ખેડૂતો દિલ્હીમાં ટેકટર પરેડ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
હાલમાં સરકાર અને ખેડૂતો વચ્ચે ચાલી રહેલા ટકરાવ ને પૂર્ણ કરવા માટે 9 રાઉન્ડ વાટાઘાટો યોજાય ચૂકી છે,જોકે હવે આગામી વાતચીત માટે 20 મી જાન્યુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!