રાજકોટમાં નાનામવા રોડ પર આવેલા જીવરાજ પાર્ક મહાદેવ મંદિર પાસે એક બિલ્ડિંગનું રિનોવેશન ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક ચોથા માળેથી સ્લેબ નીચે પડતા નીચે કામ કરતા શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. મળતી માહિતી મુજબ સ્લેબ માથે પડવાના કારણે બે શ્રમિકોના મૃત્યુ થયા છે.
જ્યારે અન્ય એક શ્રમિકોને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ પાંચ દિવસ પહેલા જ મનપા દ્વારા ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસ આપવામાં આવી હતી.
રાજકોટના નાનામવા રોડ પર બિલ્ડિંગના રિનોવેશન દરમિયાન ચોથા માળેનો સ્લેબ ધરાશાયી થતા, બે શ્રમિકોના મૃત્યુ… pic.twitter.com/iB6WDTg6Az
— GUJJU ROCKZ (@gujju_rockz) September 23, 2021
તે માટે ગેરકાયદેસર બાંધકામ બંધ કરવામાં આવ્યું હતું પરંતુ થોડાક દિવસ પછી ફરી બાંધકામ શરૂ કર્યું હતું અને ત્યારે આ દુર્ઘટના બની હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં એક શ્રમિકને બચાવવામાં આવ્યો હતો.
જ્યારે કાટમાળ નીચેથી બે શ્રમિકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત શ્રમિકોને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત મૃત્યુ પામેલા બંને શ્રમિકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટના થતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. આ સમગ્ર ઘટનામાં શિવાનંદ, રાજુ ખુશાલભાઈ સાગઠીયા અને સુરજ કુમાર કાટમાળ નીચે દબાયેલા હતા. જેમાં શિવાનંદ અને રાજુભાઈ નામના વ્યક્તિનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment