કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાઓ સામે છેલ્લા નવ મહિનાથી આંદોલન ચલાવી રહેલા સંયુકત કિસાન મોરચાએ આગામી 27 મી સપ્ટેમ્બરના રોજ ભારત બંધની જાહેરાત કરી છે. આ દિવસે ખેડૂતોના આંદોલનના 300 દિવસ પૂર્ણ થઇ રહ્યા છે. દેશના બેંક યુનિયાને આ બંધ ને ટેકો આપવાની વાત કરી છે.
ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન એ સરકારને સંયુક્ત કિસાન મોરચા માંગણીઓ પર સાથે ફરી વાટાઘાટો શરૂ કરવા અને ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવા વિનંતી કરી છે. ખેડૂત સંગઠનોએ ભારત બંધના નિર્ણયથી પીછેહઠ કરવાનો ઇનકાર કર્યો છે.
આ મહિનાની શરૂઆતમાં જાહેર કરવામાં આવેલ એન.એસ.એસ જમીન અને પરિવારો પાસે પશુધન અને કૃષિ પરિવારોની સ્થિતિનું આકલન,2018-19 ની રિપોર્ટ નો હવાલો આપતા યુનિયને કહ્યું કે એવું લાગે છે કે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું સરકારનું લક્ષ્ય દૂરના સપના જેવું લાગે છે.
કૃષિ પરિવાર દીઠ સરેરાશ બાકી લોન 2013 માં 47000 રૂપિયાથી 2018માં વધીને 74121 રૂપિયા થઈ ગઈ છે.ભારતીય કિસાન યુનિયન ના પ્રવક્તા રાકેશ ટિકૈત ગયા અઠવાડિયા કહ્યું કે જ્યાં સુધી ત્રણ કૃષિ કાયદા પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાનું આંદોલન સમાપ્ત નહીં કરે.
તેમને કહ્યું કે જ્યાં સુધી આપણે જીતીશું નહીં ત્યાં સુધી કોઈ બળ આપણને હટાવી શકશે નહીં. તમને જણાવી દઈએ કે, ખેડૂતો છેલ્લા નવ મહિનાથી દિલ્હી ની સરહદ પર ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવાની માંગણી કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!