રોડની કામગીરી દરમિયાન એક કર્મચારી રોડરોલરની ઝપેટમાં આવતાં, કર્મચારીનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ…

પાટડી પાસે રોડના કામમાં PWDના એક કર્મચારી રોલરની જપેટમાં આવતા કર્મચારીનું મૃત્યુ થયું છે. કર્મચારી ના મૃત્યુ પામતા જ ચકચાર મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર પાટડી પાસે ફુલકી ખારાઘોડા વચ્ચે નવ કરોડ રૂપિયાના ખર્ચે રોડ બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર મોડી સાંજે છ વાગ્યાના સુમરા પાટડીથી ફુલકી ખારાઘોડા વચ્ચે રોડ બનાવવાનું કામકાજ ચાલુ હતું ત્યારે નવરંગપુરા ગામ બસ સ્ટેશન પાસે રોડ નું કામકાજ ચાલતું હતું.

અને ત્યાં શેડલા ગામના નસીબખાન મલેક PWD માં પોતાની ફરજ બજાવતા હતા. ત્યારે અચાનક જ તેઓ રોડરોલર ની જપેટમાં આવી ગયા હતા અને તેના કારણે તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર PWD ના કર્મચારી ના મૃત્યુ ના કારણે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનાની જાણ થતાં ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી પાટડીની હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલ્યું હતું. પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. રોડ નું કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે કર્મચારીનું મૃત્યુ થતા ઘટના સ્થળે મોટી અફરાતફરી મચી ગઇ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*