હાલમાં બનેલી કેવી ચોકાવનારી ઘટના સામે આવી છે. જે તમે પહેલા ક્યારેય પણ નહીં સાંભળી હોય. આ ઘટના સાંભળીને તો ઘડીક વાર તો તમે પણ વિચારમાં પડી જશો. મિત્રો આ વાત સાંભળીને તમને પણ નવાઈ લાગશે કે, ડોક્ટરે ઓપરેશન દરમિયાન એક વ્યક્તિના પેટમાંથી સ્ટીલની 62 ચમચી બહાર કાઢી છે. આ ઘટના મુઝફ્ફરનગરમાં બની છે.
અહીં એક હોસ્પિટલમાં ડોક્ટરે ઓપરેશન દરમિયાન એક વ્યક્તિના પેટમાંથી 62 ચમચી બહાર કાઢી હતી. આ ઘટના બનતા જ હોસ્પિટલનો સ્ટાફ હચમચી ગયો હતો. હાલમાં યુવકની હાલત નાજુક છે અને આઈસીયુમાં તેની સારવાર ચાલુ છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, 32 વર્ષે વિજય ચૌહાણ નામનો વ્યક્તિ થાણા મસૂરપુર વિસ્તારના બોપારા ગામનો રહેવાસી છે.
તેના પરિવારમાં તેની પત્ની ઉપરાંત 14 વર્ષની દીકરી અને 6 વર્ષનો દીકરો રહે છે. વિજય ખેતી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને ડ્રગ્સ લેવાની લત છે. આ ઉપરાંત તે આખો દિવસ દારૂ અને ચરસના નશામાં રહે છે. વિજયને આદતના કારણે તેના પરિવારના સભ્યો તેનાથી ખૂબ જ નારાજ રહેતા હતા.
વિજય પોતાની મોટે ભાગની કમાણી દારૂ અને ચરસ પાછળ ખર્ચે છે. જેના કારણે પરિવારના લોકોએ તેને એક વર્ષ પહેલા શામલીના વ્યસનમુક્તિ કેન્દ્રમાં દાખલ કર્યો હતો. વિજય પાંચ મહિનાથી ત્યાં દાખલ હતો અને ત્યારબાદ ઘરે પરત કર્યો હતો. વિજય જ્યારે વ્યસનમુક્તિ કેન્દ્ર માંથી પાછો આવ્યો ત્યારે તેને પોતાના પરિવારને પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી.
ત્યારબાદ તેને અલગ અલગ ડોક્ટરને બતાવ્યો હતો. પરંતુ વિજયને પેટના દુખાવા માટે રાહત મળી નહીં. ધીરે-ધીરે પાંચ છ મહિના વીતી ગયા. ત્રણ ચાર દિવસ પહેલા વિચારીને ખૂબ જ ભયંકર પેટમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ પરિવારના લોકો તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં 26 સપ્ટેમ્બર ના રોજ વિજયનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
બે કલાક સુધી ઓપરેશન ચાલ્યું આ દરમિયાન વિજયના પેટમાંથી એક બે નહીં પરંતુ સ્ટીલની 62 ચમચી નીકળી હતી. હાલમાં વિજયની હાલત ખૂબ જ નાજુક છે અને તેની સારવાર આઇસીયુ વિભાગમાં ચાલી રહે છે. આ સમગ્ર ઘટનાને લઈને વિજયના ભાણાએ જણાવ્યું કે, મામાને વ્યસન મુક્ત કેન્દ્રમાં દરરોજ બળજબરીપૂર્વક ચમચી ખવડાવવામાં આવે છે. જેના કારણે તેમની આ હાલત થાય છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment