ઠાકોર સમાજ ના નેતા અલ્પેશ ઠાકોર ને તેના સમાજ દ્વારા લીમડીમાં સભા દરમ્યાન તેમની હેસિયત દેખાડવામાં આવી હતી. તેની સભામાં લોકોએ તેનો હુરિયો બોલાવ્યો હતો.2017 માં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાઈ ગયા હતા. પરંતુ પેટાચૂંટણીમાં ઠાકોર સમાજે તેમને હરાવી દીધા હતા.ભાજપ દ્વારા પેટાચૂંટણીમાં અલ્પેશ ઠાકોર ને રાજી રાખવા તેને સ્ટાર પ્રચારકોની યાદીમાં છેલ્લા નંબર સ્થાન આપવામાં આવ્યું હતું.લીબડી બેઠકના ઉમેદવાર કિરીટસિંહ ના સમર્થનમાં પક્ષ પલટો કરનાર.
અલ્પેશઠાકોરના અધ્યક્ષ સ્થાને સાયલા તાલુકામાં સભા યોજવામાં આવી હતી. સાયલામાં સભા દરમિયાન તેમના સમાજના કોઈપણ લોકો ત્યાં ગયા જ ન હતા અને ખુરશીઓ ખાલી રહેતા અલ્પેશ ઠાકોરના સાથી મિત્રો અને તેમજ ભાજપના હોદ્દેદારોને બોલાવવામાં આવ્યા હતા.
ચુવાળીયા ઠાકોર સમાજ અને અન્ય સમાજ અલ્પેશ ઠાકોરથી ખાસ નારાજ હોય તેવું સૂત્રો દ્વારા માહિતી મળી રહે છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ભૂતપૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ રમેશજી ઠાકોર એનાથી અલગ થઈ ગયા છે.
તેમને 2019 માં રોયલ ક્ષત્રિય ઠાકોર સેના નું નિર્માણ કર્યું હતું અને તેઓની સમાજે અધ્યક્ષ તરીકે વરણી કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment