ચૂંટણીને લઈને ઓપિનિયન પોલમાં આવ્યા ચોંકાવનારા પરિણામો, જાણો વિગતે

Published on: 5:39 pm, Sat, 24 October 20

કોરોનાવાયરસ થી કહેર વચ્ચે ગુજરાત ઉપરાંત બિહારમાં ચૂંટણીનો જંગ જામ્યો છે. મુખ્યમંત્રી નીતીશકુમારના વડાપણ હેઠળ એનડીએ સહિત તમામ પક્ષો વિધાનસભા ચૂંટણીનો જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. મુખ્ય મુકાબલો નીતીશકુમાર અને મહાગઠબંધનના નેતા તેજસ્વી યાદવ વચ્ચે છે. અત્યાર સુધીના તમામ ચૂંટણી સંરક્ષણ અને ઓપિનિયન પોલમાં નીતીશના વડપણ હેઠળ NDA સરકાર રચાશે તેવા નિર્દેશો મળી રહ્યા છે. બિહારમાં ચાલી રહેલા ચૂંટણી ધમસાણને લઇ તાજેતરમાં હાથ ધરવામાં આવેલ CSDC લોક નીતિનો સર્વે જણાવે છે.

કે, મુખ્યમંત્રી નીતીશકુમાર ચૂંટણીજંગમાં મેદાન મારી જશે, પરંતુ તેમની લોકપ્રિયતા અગાઉની તુલનાએ ઓસરી રહી છે અને તેની સામે મહાગઠબંધનને નેતા તેજસ્વી યાદવ ની લોકપ્રિયતા વધી છે.2015 ની વિધાનસભા ચૂંટણીમાં 80% લોકોએ ના કામથી સંતોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે 2020 ના સર્વેક્ષણમાં માત્ર 38 ટકા લોકો જ ઈચ્છે છેકે નિતેશ ફરી મુખ્ય પ્રધાન બને અને 43 ટકા લોકો ઇસકા નથી કે તેઓ ફરી સતારૂઢ થાય.

CSDC લોક નીતિના સર્વે અનુસાર બિહારમાં નીતિશ કુમારના વડપણ હેઠળ NDA ને 243 વિધાનસભા બેઠકો માટે 133 થી 143 બેઠક મળી શકે છે.31 ટકા મતદારોએ નીતીશકુમારને પસંદ કર્યા છે અને 27 ટકા મતદારોએ તેજસ્વી પર પસંદગી ઉતારી છે. તેજસ્વીની લોકપ્રિયતા પણ વધી રહી છે.

ઓપિનિયન પોલ અનુસાર તેજસ્વીના મહાગઠબંધનને 88 થી 98 બેઠક મળી શકે છે, જ્યારે ચિરાગની લોક જનશક્તિ પાર્ટી ને 2 થી 6 બેઠક મળી શકે છે. બિહારમાં બહુમતી નો આંકડો 122 બેઠકો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જૂરૉકઝ ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!