ગુજરાત રાજ્યમાં 18 જૂનના રોજ વડોદરા શહેરના આજવા રોડ પાસે આવેલા કમલાનગર તળાવ માંથી 5.30 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. આ ઘટના બનતા જ વડોદરા પોલીસ તંત્રમાં હલચલ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તળાવમાંથી 2 હજાર રૂપિયાની નોટો મળી આવી હતી. આ સમગ્ર ઘટનાને લઇને પોલીસે આજુબાજુની સોસાયટીમાં રહેતા વેપારીઓની પૂછપરછ કરી હતી.
મળતી માહિતી અનુસાર ત્રણ લોકો તળાવ ની સાફ સફાઈનું કામ કરી રહ્યા હતા. તેઓ હાથથી કચરો કાઢતા હતા આ દરમિયાન થેલીમાં પેક કરેલા રૂપિયાનું બંડલ મળ્યું. આ રૂપિયાનું બંડલ થેલીની અંદર પથરો નાખીને નાખવામાં આવ્યું હતું. અમે રૂપિયા બહાર કાઢયા ત્યાં તો પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ પોલીસ કર્મીઓતે તમામ રૂપિયા લઈને જતા રહ્યા હતા. આ પૈસા તળાવ સાફ કરી રહેલા કલ્પેશ ડામોરેને મળ્યા હતા. મળતી માહિતી અનુસાર 18 જૂનના રોજ શહેરના લેપ્રસી મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજાયો હતો. તે દિવસે પૂર્વ શહેરના આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવની સફાઇ કરવા કેટલાક શ્રમિકોને ત્યાં કામ પર લગાવવામાં આવ્યા હતા.
સાફ સફાઈ કરતી વખતે એક શ્રમિક ની નજર એક કોથળીમાં કરી રહેલા રોકડા નોટોના બંડલ પડી હતી. તેથી તેને પોતાના સાથીદાર શ્રમિકોને આ વાતની જાણ કરી હતી, તેમાંથી એક શ્રમિકે આ ઘટનાની જાણ રેલવે કોન્સ્ટેબલને કરી દીધી હતી.
આ સમગ્ર ઘટનાની જાણ થતા રેલવે કોન્સ્ટેબલ એ તુરંત જ વડોદરા પોલીસ કંટ્રોલરૂમમાં આ ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ કંટ્રોલ રૂમમાંથી આ ઘટનાની જાણ બાપોદ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા બાપોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ઘટના સ્થળે પહોંચીને પોલીસે નોટોના બંડલ કબજે કર્યા હતા અને પોલીસ મથકમાં જમા કરાવ્યા હતા.
નોટોના બંડલ ની હાલત જોતા એવું લાગી રહ્યું હતું કે ચાર-પાંચ દિવસ પહેલા આ પૈસા તળાવમાં ફેંકવામાં આવ્યા હશે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસે સમગ્ર ઘટનાને લઇને અત્યાર સુધીમાં 15 જેટલા સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment