એક યુવક 100 ફૂટ હાઇટેન્શન ટાવર પર ચડ્યો, ત્યારબાદ કહેવા લાગ્યો કે “મારા લગ્ન કરાવી દો નહિતર હું અહીંથી કૂદી જઈશ” – જુઓ ઘટનાનો વીડિયો…

Published on: 4:47 pm, Fri, 24 June 22

હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવક હાઇટેન્શન ટાવર પર ચડી ગયો હતો અને ત્યાંથી તે કુદી જશે તેવી ધમકીઓ આપવા લાગ્યો હતો. યુવકનું આવું કરવા પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો. હાઇટેન્શન ટાવર પર ચડીને યુવક કહી રહ્યો હતો કે, મારા લગ્ન કરાવી દો નહીંતર હું ટાવર પરથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લઈશ.

આ યુવકને હાઇટેન્શન ટાવર પર જોઈને નીચે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. નીચે ઉભેલા લોકોએ યુવકને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે કોઈની વાત માનવા તૈયાર જ ન હતો. ઘણી કલાકો સુધી આ વસ્તુ ચાલી હતી. આ ઘટના અરરિયા જિલ્લાના નરપતગંજ બ્લોક વિસ્તારના દેવગંજ ગામમાં બની હતી.

અહીં રહેતો 35 વર્ષીય વિકેશ નામનો યુવક લગ્ન ન થવાના કારણે પરિવારના લોકોથી નારાજ થઈને એક હાઇટેન્શન ટાવર પર ચડી ગયો હતો. લગભગ વિકેશ 100 ફૂટ ઊંચા હાઇટેન્શન ટાવર પર ચડી ગયો હતો. ત્યારબાદ ટાવર પરથી કૂદી જશે તેવી ધમકીઓ આપવા લાગ્યો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ગુરૂવારના રોજ સાંજના સમયે બની હતી. આ ઘટનાની જાણ થતાં તરત જ ટાવરનો પાવર કટ કરવામાં આવ્યો હતો. વિકેશને ટાવર ઉપર જોઈને નીચે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા. નીચે ઊભેલા તમામ લોકો તેને સમજાવવાની ખૂબ જ કોશિશ કરી રહ્યા હતા.

પરંતુ તે કોઈની વાત માનવા તૈયાર ન હતો. તે કહેતો હતો કે મને લગ્ન કરાવી દો નહિતર હું અહીંયાથી કૂદી જાય છે. ત્યારબાદ તેને સમજાવીને નીચે ઉતારવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

આ ઉપરાંત વીજળી વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે હાજર થઈ ગઈ હતી. કલાકો બાદ યુવક ટાવર પરથી નીચે ઉતર્યો હતો. ત્યારબાદ પોલીસે યુવકને કસ્ટડીમાં લઇ લીધો હતો. ત્યારબાદ યુવકના પરિવારજનોએ કહ્યું હતું કે યુવકનો માનસિક સંતુલન સારું નથી. તેથી પોલીસે તેને છોડી દીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એક યુવક 100 ફૂટ હાઇટેન્શન ટાવર પર ચડ્યો, ત્યારબાદ કહેવા લાગ્યો કે “મારા લગ્ન કરાવી દો નહિતર હું અહીંથી કૂદી જઈશ” – જુઓ ઘટનાનો વીડિયો…"

Leave a comment

Your email address will not be published.


*