27 વર્ષના શાસન દરમિયાન ભાજપ સરકારે દરેક સમાજને છેતરવાનું કામ કર્યું છે: ગોપાલ ઇટાલિયા

આમ માનવી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલી એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપના કુલ શાસનના કારણે ગુજરાત રાજ્યમાં એક પણ એવો અવાજ નથી બચ્યો, જે ભાજપના શાસન થી ખુશ હોય. ભાજપે દરેક સમાજનો ફક્ત અને ફક્ત ચૂંટણી પૂરતો જ ઉપયોગ કર્યો છે. ગોપાલ ઇટાલીયા એ કહ્યું કે, કોળી સમાજ હોય, દેવીપુજક સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય, દલિત સમાજ હોય, કારડીયા સમાજ હોય, ચૌધરી સમાજ હોય કે માલધારી કે રબારી સમાજ હોય. આજે આ દરેક સમાજના લોકો ભાજપના શાસનથી ત્રાસી ગયા છે. આટલા માટે આ ચૂંટણીમાં ભાજપ માટે કપડા ચઢાણની શરૂઆત થઈ ગઈ છે.

વધુમાં વાત કરતા ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે, આજે સમગ્ર ગુજરાતમાં દરેક સમાજના લોકો ઠેર ઠેર શિબીરો અને મીટીંગોનું આયોજન કરી રહ્યા છે અને દરેક જગ્યાએ ફક્ત એક જ વાત થઈ રહી છે કે, અત્યાર સુધી ભાજપને મત આપ્યો છતાં ભાજપે આપણી સાથે છેતરપિંડી કરી છે. પરંતુ હવે આવનારી ચૂંટણીમાં ભાજપને સબક શીખવાડવાનો સમય આવી ગયો છે. ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે આ બધા સમાજના લોકો કોઈ પણ પક્ષને સત્તામાં બેસાડવા અને સત્તાથી હટાવવામાં સમક્ષ છે. તો પણ ભાજપે આ કોઈ સમાજના લોકોનું ધ્યાન રાખ્યું નથી અને તેમની સમસ્યાઓ સાંભળી નથી. ભાજપના આવા વ્યવહારોના કારણે ગુજરાતના દરેક લોકો ભાજપને જાણી ગયા છે. આજ કારણસર દરેક સમાજના લોકોએ ભાજપને ચૂંટણીમાંથી બેદખલ કરવાનો નિર્ણય કર્યો છે.

ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે દરેક સમાજના લોકો આમ આદમી પાર્ટીને ખૂબ જ સારી નજરથી જોઈ રહ્યા છે. કારણકે આમ આદમી પાર્ટી એ એક એવી પાર્ટી છે જે દરેક સમાજના પ્રશ્નો સમજે છે અને તેમના મુદ્દા નું સમાધાન લાવવા માટે સરકાર સામે અવાજ ઉઠાવે છે. આમ આદમી પાર્ટી જે ચોક્કસ યોજનાઓ લઈને આવી છે જેનાથી દરેક સમાજના મુદ્દાઓનું સમાધાન થાય અને દરેક સમાજનો વિકાસ થાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*