દુલા ભાયા કાગે કરેલી કળિયુગની ભવિષ્યવાણી આજે ઘરે ઘરે સાચી સાબિત થઈ રહી છે…

જો તમે ગુજરાતી છો તો તમે દુલા ભાયા કાગનું નામ તો જરૂર સાંભળ્યું હશે. દુલા ભાયા કાગ ગુજરાતના સૃહપ્રસિદ્ધ લેખક અને ગીતકાર હતા. તેઓ પોતાની કાગવાણી માટે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં જાણીતા અને પ્રખ્યાત છે. હાલમાં ઘોર કળિયુગ ચાલી રહ્યો છે અને દુલા ભાયા કાગે કળિયુગને લઈને ઘણી બધી વાતો પણ કરી છે.

મિત્રો દુલા ભાયા કાગનો જન્મ સૌરાષ્ટ્રના મજાદર ગામમાં થયો હતો. મિત્રો કહેવાય છે ને કે ચારણની જીપ પર માતા સરસ્વતી વાસ કરે છે. દુલા ભાયા કાગ પણ ચારણ હતા. તેમને પદ્મશ્રી પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. તેઓએ માત્ર ધોરણ પાંચ સુધી પોતાનો અભ્યાસ કર્યો હતો. મિત્રો દુલા ભાયા કાગે પોતાની કાગવાણીમાં જણાવ્યું હતું કે, એવા લોકોને પોતાના મિત્ર ન બનાવતા જેમના પર દેવું હોય છતાં પણ લોકોમાં દેખાવો કરવા માટે મોજ શોખ કરતા હોય છે.

આવા લોકોને ક્યારેય મિત્ર ન બનાવતા. જે લોકો પોતાના ખાસ મિત્રોની ખાનગી વાતો બીજાને કરતા હોય છે તેવા લોકોને પણ કોઈ દિવસ મિત્ર ન બનાવવા જોઈએ. દુલા ભાયા કાગે પોતાની કાગવાણીમાં જણાવ્યું હતું કે, જો તમારે આખી દુનિયાને પોતાના કાબુમાં લેવી હોય તો નમ્રતાનો રસ્તો અપનાવજો.

તેમને કહ્યું હતું કે કોઈની સામે જો મજબૂત વાત પણ ખૂબ જ નમ્રતાથી કરવામાં આવશે તો બધા લોકો તમારી વાતને માન આપશે. દુલા ભાયા કાગે પોતાની કાગવાણીમાં જણાવ્યું હતું કે, સજ્જન વ્યક્તિ સુપડા જેવો હોય છે. જે કામની વસ્તુ પોતાની પાસે રાખે છે અને નકામી વસ્તુઓને દૂર ફેંકી દે છે.

જ્યારે દુર્જન વ્યક્તિ ચાસણી જેવો હોય છે. જે કામની અને નકામી બધી વસ્તુ પોતાની પાસે રાખે છે. આખા ગાઢ જંગલને ખતમ કરવા માટે એક માત્ર તણખલાની જરૂર હોય છે. તેવી જ રીતે આપણા જીવનના આખા જીવનના પુણ્યને ખતમ કરવા માટે એક પાપ કાફી છે.

દુલા ભાયા કાગે પોતાની કાગવાણીમાં કહ્યું છે કે, જે ઘરમાં આરતીના સમયે ઘંટડીનો અવાજ નથી સંભળાતો તે ઘરને સ્મશાન સમાન ગણવામાં આવે છે. આવા પરિવારમાં લોકો વચ્ચે સંપ હોતો નથી. દુલા ભાયા કાગે કરેલી કળિયુગની ભવિષ્યવાણીઓ ધીમે ધીમે સાચી પડી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*