કામકાજ માટે અન્ય રાજ્યમાં ગયેલો વ્યક્તિ 14 વર્ષ બાદ સાધુ વેશમાં પોતાના ઘરે ભિક્ષા માગવા આવ્યો, ત્યારબાદ કંઈક એવું થયું કે…

Published on: 5:19 pm, Thu, 24 November 22

મિત્રો આપણે સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ સાંભળતા હશે. ત્યારે આજે આપણે એક ચોકાવનારા કિસ્સા વિશે વાત કરવાના છીએ. આ ઘટના ઝારખંડ રાજ્યના ગઢવા જિલ્લાના કેતારના આદિવાસી બહુમતી વાળા માયર નામના ગામની છે. અહીં ઉમાદેવી નામની એક મહિલા પોતાના ત્રણ બાળકો સાથે રહે છે.

14 વર્ષ પહેલા મહિલાનો પતિ મજૂરી કરવા માટે ચેન્નઈ ગયો હતો. તે ત્યાં મજૂરી કામ કરીને થોડાક પૈસા પોતાની પત્નીને મોકલાવતો હતો. ત્યારે એક વખત ઉમાદેવીના પતિનો ફોન આવે છે અને તે તેને જણાવે છે કે, અમુક સાધુઓ તેને કોઈ નસીલો પદાર્થ ખવડાવીને તેની સાથે સન્યાસી બનાવવા માગે છે.

પત્નીએ જણાવ્યું કે ત્યારબાદ થોડાક મહિના સુધી પતિના કોઈપણ પ્રકારના ફોન આવ્યા ન હતા. તેથી પત્નીએ પોતાના પતિની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ પતિ નો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો ન હતો. પતિ પાછો આવશે તેવી આશા પત્નીએ મૂકી દીધી હતી. 14 વર્ષ બાદ અચાનક જ ગામમાં કેટલાક સાધુઓ ભિક્ષા માંગવા માટે આવ્યા હતા.

ભિક્ષા માગવા આવેલા સાધુઓમાંથી એક વ્યક્તિ ઉમાદેવીનો પતિ હતો. ઉમાદેવીના પતિનું નામ નરેશસિંહ હતું. જ્યારે ઉમાદેવીના ઘરે સાધુઓ રીક્ષા માગવા આવે છે ત્યારે ઉમાદેવી ઘરની બહાર નીકળે છે. ઘરની બહાર નીકળીને જ્યારે તે પોતાના પતિની સામે જુએ છે.

ત્યારે તે ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી અને રડવા લાગી હતી. નરેશસિંહને આ હાલતમાં જોઈને તેના બાળકો પત્ની તથા ઘરના અન્ય સભ્યો પણ રડવા લાગ્યા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે નરેશસિંહ ભિક્ષા લઈને હવે શંભુનાથના નામે ઓળખાય છે. ત્યારબાદ ગામના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા.

ગામના લોકો અને પરિવારના લોકોએ મળીને નરેશસિંહને ઘરે પાછું આવવાનું કહ્યું હતું. પરંતુ નરેશસિંહ માથે તો શંભુનાથનું ભૂત ચડી ગયું હતું. ગૃહસ્થ જીવનમાં સંસારની મોહમાયા છોડીને ઘરે ન જવાની નરેશસિંહ જીદ પકડી હતી. જ્યારે નરેશસિંહ અને તેમની સાથે આવેલું સાધુઓનું ટોળકું જતું હતું ત્યારે ગામના લોકો ખૂબ જ રડ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કામકાજ માટે અન્ય રાજ્યમાં ગયેલો વ્યક્તિ 14 વર્ષ બાદ સાધુ વેશમાં પોતાના ઘરે ભિક્ષા માગવા આવ્યો, ત્યારબાદ કંઈક એવું થયું કે…"

Leave a comment

Your email address will not be published.


*