અમદાવાદમાં ધોધમાર વરસાદના કારણે રસ્તા ઉપર અચાનક જ ખાડો પડતા, આખેઆખી કાર જમીનમાં સમાઈ ગઈ… જુઓ ઘટનાના CCTV ફૂટેજ…

Ahmedabad torrential rain: મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે. જેના પગલે ગઈકાલે અમદાવાદ(Ahmedabad) શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ(torrential rain) પણ પડ્યો હતો. જેના પગલે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અનેક જગ્યાએ ઝાડ પડવાની અને ભુવા પડવાની પણ ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ચોમાસા પહેલા જ માત્ર 30 મિનિટ ધોધમાર વરસાદ પડતા રસ્તા ઉપર ભુવા પડવાની ઘટના સામે આવી છે.

જુહાપુરામાં ગત વર્ષે જે ભૂવામાં ટૂ-વ્હીલર પડ્યું હતું ત્યાં જ ફરી ભૂવો પડ્યો,  આખેઆખી કાર ગરકાવ; CCTV | In Juhapura, where the two-wheeler fell last year,  it again fell ...

આ ઘટનામાં રસ્તા ઉપર ઉભેલી કારની નીચે અચાનક જ ખાડો પડી જતા આખાઆખી કાર જમીનમાં સમાઈ ગઈ હતી. હજુ તો ચોમાસું આવ્યું નથી તે પહેલા જ આવી પરિસ્થિતિ સર્જાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખુલી ગઈ છે. આ ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, એક સફેદ કલરની પાર્ક કરેલી કાર જોવા મળી રહે છે. ત્યારે અચાનક જ કારની નીચે એક ખૂબ જ મોટો ખાડો પડી જાય છે અને કાર આખી જમીનમાં સમાઈ જાય છે. આ સમગ્ર ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

મારું ગુજરાત | Gujarat - Divya Bhaskar

સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી ગઈ છે. ચોમાસા પહેલા જ આવી ઘટના બનતા અમદાવાદ વાસીઓ ખૂબ જ ચિંતામાં મુકાયા છે. કારણકે ગઈકાલે માત્ર 30 મિનિટ ધોધમાર વરસાદ પડતા અને એવી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા.

જ્યારે અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટનાઓ પણ બની હતી. જો ચોમાસા પહેલા આવી પરિસ્થિતિ છે, તો ચોમાસા દરમિયાન અમદાવાદમાં શું શું ન થઈ શકે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે. કેટલાક લોકો તંત્રની કામગીરી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*