વડાપ્રધાન ની ખોટી નીતિઓને કારણે દેશ આજે આર્થિક સંકટમાં ડૂબી રહ્યો છે : ઇસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી એક વિડીયોના માધ્યમથી પ્રધાનમંત્રી ના નિવેદન પર મહત્વની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે પ્રધાનમંત્રીએ કહ્યું કે મફતમાં વસ્તુ આપવાથી દેશને નુકસાન થઈ શકે છે પરંતુ અમે માનીએ છીએ કે પ્રધાનમંત્રી ફરી એકવાર જનતાને ગેર માર્ગે દોરી રહ્યા છે. નરેન્દ્ર મોદી

મોટા મંચ પરથી જનતાની સામે જુઠ્ઠાણું કરી રહ્યા છે તેઓ તેમને આક્ષેપ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે કેટલાક લોકો રેવડી મફતમાં વેચી રહ્યા છે પરંતુ અમારું માનું છે કે પ્રધાનમંત્રી પોતે માથું રેવડી જ નહીં પરંતુ આખા દેશને તેમના બે-ચાર પૂજાપતિઓને વેચવા પર અડી રહ્યા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના હજારો પેટ્રોલ પંપોને કરોડો રૂપિયા

આપીને ફ્રી વેકસીન ફી વેકસીન નામે મોટી મોટી જાહેરાતો કરી છે.અમે ક્યારેય મફત રસી નો વિરોધ કર્યો નથી કારણ કે તે લોકોનો અધિકાર છે. અમે ક્યારેય મફત રાશન નો વિરોધ કર્યો નથી અને આપણે જાણીએ છીએ કે આ તમામ લોકોના અધિકાર છે અને આ તમામ લાભો જનતાના ટેક્સના પૈસાથી આપવામાં આવે છે.

દિલ્હીની કેજરીવાલ સરકારે સાબિત કરી દીધું છે કે જો જનતાને તેમના પોતાના ટેક્સના પૈસા થી મફતમાં સુવિધાઓ આપવામાં આવે તો રાજ્ય સરકાર પર કોઈ આર્થિક બોજ નથી પડતો જ્યારે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકાર આવી તો એક મોટું પરિવર્તન આવ્યું છે અને પહેલા રાજ્ય પર 32800 કરોડનું દેવું હતું પરંતુ આજે અરવિંદ કેજરીવાલ ની પ્રામાણિક નીતિઓના કારણે દિલ્હી રાજ્ય દેવા મુક્ત છે.

અરવિંદ કેજરીવાલજી એ દિલ્હીમાં ભ્રષ્ટાચાર પર સંપૂર્ણ કાબુ મેળવીને ઐતિહાસિક કાર્ય કર્યું છે જેના કારણે જનતાને મળતી સુવિધાઓમાં વધારો થયો છે અને આજે દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવી છે. આખા દેશમાં શ્રેષ્ઠ મફત શિક્ષક પ્રણાલી ચાલુ થઈ છે. આ સિવાય દિલ્હીમાં લાખોના ઓપરેશન પણ મફત કરવામાં આવે છે અને વૃદ્ધોને ચારધામની યાત્રા પણ મફતમાં કરાવવામાં આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*