હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં કરંટ લાગવાના કારણે ધોરણ 12ના વિદ્યાર્થી નું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના હરિયાણાના પલવલ જિલ્લાના પેલક ગામની છે. અહીં એક પરિવાર ખેતરમાં ઘર બનાવીને રહે છે. તેમના ઘરની પાસેથી 11,000 વોલ્ટ ની વીજ લાઇન પસાર થઇ રહી છે.
આ વીજ લાઈનનો વાયર ખૂબ જ નીચે આવી ગયો હતો. તેથી 17 મેના રોજ પરિવારના લોકોએ અલવલપુર ચોક ખાતે આવેલી વીજળી નિગમની ઓફીસમાં આ બાબતને લઈને ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ બાદ બે લોકોને વીજ લાઈન સરખી કરવાની કામગીરી આપી હતી.
ત્યારબાદ જમીનથી માત્ર ચાર ફૂટ ઉંચે વીજ લાઈન છે. ત્યારે સોમવારના રોજ કુલદીપ નામનો યુવક સ્નાન કરીને ઘર તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન કુલદીપ વીજળીના હાઇવોલ્ટેજ વાયરને અડી જાય છે. આ કારણોસર કુલદીપને જોરદાર કરંટ લાગ્યો હતો. આ ઘટના બન્યા બાદ પરિવારના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલા કુલદીપને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે કુલદીપને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બન્યા બાદ ગામના અને પરિવારના લોકો ભારે રોષે ભરાયા હતા. જેને લઇને પરિવારજનોએ અને ગામના લોકોએ કુલદીપના મૃતદેહને રસ્તા પર મૂકીને પલવલ-અલીગઢ રોડ બ્લોક કરી દીધો હતો.
આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લીધે મૃત્યુ પામેલા કુલદીપના પિતાએ વિદ્યુત નિગમના ચાર અધિકારીઓ સામે બેદરકારીનો ગુનો નોંધાવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment