દરરોજ ઘણા અવારનવાર બનાવો બનતા હોય છે. તમે ઘણા એવા બનાવો સાંભળ્યા હશે જેમાં ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીનું મૃત્યુ થતું હોય છે. ત્યારે હાલમાં બનેલો તેઓ જેક બનાવો સામે આવ્યો છે. હરિયાણાના કરનાર જિલ્લામાં સ્થિત કલ્પના ચાવલા મેડિકલ કોલેજના ડોક્ટરો પર યુવકની સારવારમાં બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. યુવકને યોગ્ય સારવાર મળે તે માટે પરિવારના લોકો ત્રણ દિવસ સુધી હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યા હતા.
પરંતુ યુવકને યોગ્ય સારવાર ન મળતા તેનું મૃત્યુ નીપજ્યું છે. યુવકનું મૃત્યુ થતા જ પરિવારના લોકો ભારે ગુસ્સામાં ભરાયા હતા અને પોસ્ટમોર્ટમ કરવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, ઇન્દ્ર કોલોની માં રહેતો 27 વર્ષે રવિ નામના યુવકને એક અઠવાડિયા પહેલા કરંટ લાગ્યો હતો. તેની હાલત વધારે ખરાબ થવાના કારણે પરિવારના લોકો તેને સારવાર માટે કલ્પના ચાવડા મેડિકલ કોલેજમાં લઈ આવ્યા હતા.
પરિવારના લોકોએ રવિની સારવાર માટે ત્રણ દિવસ સુધી હોસ્પિટલના ધક્કા ખાધા. પરિવારના લોકોનું કહેવું છે કે જો રવિને યોગ્ય સારવાર મળ્યું હોત તો તે આજ બચી ગયો હોત. સમગ્ર ઘટનાને લઈને પરિવારના લોકોનો આરોપ છે કે, સોમવારના રોજ અચાનક જ રવિની તબિયત બગડતા અમે તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં હોસ્પિટલમાં રવિ ને એક ઇન્જેક્શન આપવામાં આવ્યું ત્યારબાદ રવિનું શરીર એકદમ ઠંડુ પડવા લાગ્યું હતું.
સંબંધીઓએ જણાવ્યું કે એક અઠવાડિયા પહેલા રવિને કરંટ લાગ્યો હતો. મળતી માહિતી અનુસાર ઇન્જેક્શન આપ્યા બાદ રવિ એ દહીં ખાધું હતું અને ત્યારબાદ રવિના એક હાથમાં સોજો આવવા લાગ્યો હતો. તેથી પરિવારના લોકો તેને ફરીથી હોસ્પિટલ લઈ ગયા. ત્યારબાદ રવિની તબિયત સારી હતી. પરંતુ અચાનક જ રાત્રે રવિની તબિયત બગડવા લાગી હતી.
તેથી પરિવારના લોકો તેને ફરીથી હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં રવિને ફરીથી ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેની હાલત વધારે બગડી ગઈ હતી. રવિને હોસ્પિટલમાં ત્યારબાદ દાખલ ન કરવામાં આવ્યો તેથી પરિવારના લોકો તેને ઘરે લઈ ગયા હતા. ત્યારે ઘરે સવારે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ અચાનક જ રવિ ની તબિયત બગડી અને તેનું મૃત્યુ નીપજ્યું હતું.
તેથી પરિવારના લોકો ફરીથી રવિને હોસ્પિટલ લઈ ગયા, ત્યાં હોસ્પિટલમાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ પરિવારના લોકોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને આરોપ લગાવ્યા હતા કે ડોક્ટરની બેદરકારીના કારણે તેમના દીકરાનો જીવ ચાલ્યો ગયો છે. રવિના મૃત્યુના કારણે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment