રાજકોટ શહેરમાં દિવસેને દિવસે જીવ ટુંકાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટના જેતપુર પાસે બનેલી એક તેવી જ ઘટના સામે આવી છે. આ ઘટનામાં અમરેલીના વડિયાના પરિણીત પ્રેમી પંખીડાઓએ સમાજ એક ન થવા દે તેના ડરના કારણે બંનેએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર થાણાગાલોળ ગામની સીમામાં સુરવો ડેમના કાઠે બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.
આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હશે આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના જેતપુર પાસે આવેલા સુરવો ડેમના કાંઠેથી એક યુવક અને એક યુવતીનું મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ બંનેના મૃતદેહ પર કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. મૃત્યુ પામેલા યુવકનું નામ શૈલેષ વિઠ્ઠલભાઈ મકવાણા અને મૃત્યુ પામેલી યુવતીનું નામ કિંજલ મનસુખભાઈ મકવાણા છે તેઓ ખુલાસો થયો છે. આ ઘટનાની જાણ થતા બંનેના પરિવારના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળી રહ્યું છે કે બંને છેલ્લા કેટલાય સમયથી એકબીજાને પ્રેમ કરતા હતા. મળતી માહિતી અનુસાર બંને પરીણિત હતા. બંનેને લગ્ન જીવન દરમિયાન સંતાનો પણ થયા હોવાનો ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકને એક દીકરી છે. જ્યારે મૃત્યુ પામેલી યુવતીને બે દીકરાઓ છે.
બંનેના મૃત્યુના કારણે એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને બે દીકરાઓએ માતાની છત્રછાયા ગુમાવી છે. બંનેને ડર હતો કે પોતે બંને એક જ જ્ઞાતિના હતા અને સમાજ બંનેને એક નહીં થવા દે તેવા ડરના કારણે બંને આ પગલું ભરવાનો નિર્ણય લીધો હશે તેઓ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment