આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટ ઈશુદાન ગઢવીએ વાત કરતા જણાવ્યું કે અમદાવાદમાં માત્ર બે દિવસ જ વરસાદ પડતા રસ્તાઓ પર ખાડા પડી ગયા છે અને ઘણા રોડો તૂટી ગયા છે અને આ મુદ્દે જો કાઈ સવાલ ઉઠાવવામાં આવે તો નહીં તો અમદાવાદ મહાનગરપાલિકા જવાબ આપે છે અને સરકાર પણ જવાબ આપતી નથી.
આજે એક એવી સ્થિતિ છે કે માત્ર થોડાક જ વરસાદમાં સમગ્ર અમદાવાદ શહેરમાં પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને અનેક જગ્યાએ રસ્તા ઉપર મસમોટા મોટા ખાડાઓ પડી ગયા છે અમદાવાદના લોકો માટે આ વરસાદ ખતરારૂપ બન્યો છે. ચાર ચાર પાણી ભરાઈ જવાના કારણે અનેક લોકોના વાહનો અટવાઈ ગયા છે અને લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ઈશુદાન ગઢવી એ કહ્યું કે છેલ્લા 15 વર્ષથી અમદાવાદ મહાનગર પાલિકા પર ભાજપ કબજો કરીને બેઠી છે અને ગુજરાત રાજ્યમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે. એક વોર્ડના 15 વર્ષની વાત કરવામાં આવે તો એક એક હજાર કરોડ રૂપિયા વાપરવા મળ્યા છે તો આ કરોડો રૂપિયા ક્યાં ગયા સવાલ તો એ છે કે ઘણી જગ્યાએ પાણી પણ ભરાણા છે
તેઓએ કહ્યું કે અમદાવાદની જનતાની સલામતી માટે સરકાર બિલકુલ પણ જાગૃત નથી. તે ખૂબ જ મુગંભીર મુદ્દો છે અને કરોડો અને અફસો રૂપિયાનો ટેક્સ વસૂલ્યા પછી પણ આજે પ્રશ્ન ભાજપની મહાનગરપાલિકા અમદાવાદની જનતાને સુવિધા આપવામાં સાવ નિષ્ફળ ગઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment