ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રનો આ જાણીતો ડેમ થયો ઓવરફ્લો,જાણો વિગતે

હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા આજ પણ રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં હજુ પણ બે દિવસ વરસાદી માહોલને લઇ ને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. શુક્રવારના રોજ એટલે કે ગઈકાલે અમરેલી,સુરત અને અમદાવાદ સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો અને અમરેલીમાં પડેલા વરસાદના.

કારણે રાજુલાના ધાતરવાડી 2 ડેમમાં પાણીની ભારે આવક થઈ હતી અને શિયાળાની ઋતુમાં પ્રથમ વખત ડેમ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા બે ઈંચ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા હતા.રાજ્યમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે સામાન્ય વરસાદ પડી શકે છે.

સુરત,નવસારી,વલસાડ તાપી,ભરૂચ, દમણ,દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.અને બે દિવસ બાદ રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની પણ આગાહી કરાઈ છે.

વરસાદના કારણે શિયાળા પાકને ભારે નુકસાન થયું છે. વરસાદને લઈને આ ખુબજ ખરાબ સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*