જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે જળબંબાકાર, જિલ્લાના મોટાભાગના વિસ્તારો પાણીથી રેલમછેલ….

જામનગર જિલ્લામાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાના કારણે કેટલાક વિસ્તારો તો નદીમાં ફેરવાઈ ગયા છે. ઉપરાંત મળતી માહિતી અનુસાર જામનગર તાલુકાના તમામ ડેમ ઓવરફલો થઇ ચુક્યા છે.

આ ઉપરાંત રાજ્યમાં વરસાદની વાત કરીએ તો કાલાવડમાં 24 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબકી ગયો છે. જ્યારે જામનગરમાં 3.25, જામજોધપુરમાં 2.25 ઈંચ, જોડીયામાં 2 ઈંચ વરસાદ પડવાના કારણે આ તમામ વિસ્તારોમાં ચારે બાજુ પાણી પાણી થઇ ગયું છે.

આ ઉપરાંત જામનગર કાલાવડ હાઇવે અતિભારે વરસાદના કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. જામનગર શહેરનો રણજીતસાગર ડેમ એક જ દિવસમાં ઓર ફ્લો થઈ ગયો છે. જેના કારણ જામનગરમાં સંકટની સમસ્યા ટળી જશે.

આ ઉપરાંત જામનગરમાં ઘણા નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાના કારણે લોકો ફસાયા છે અને રેસ્ક્યુ ટીમ દ્વારા સવારથી જ લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જામનગર સાથે રાજકોટમાં પણ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે.

ત્યારે રાજકોટ શહેરમાં ભારે વરસાદના કારણે ચાર કાર તણાઈ જવાની પણ સામે આવી છે. જામનગર અને રાજકોટ સિવાય રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં તો ઘરમાં પાણી ઘૂસી ગયા છે.

આ ઉપરાંત જામનગર નજીક આવેલા ધુંવાવા ગામમાં પણ વરસાદના કારણે ખૂબ જ કપરી પરિસ્થિતિ સર્જાય છે. ભારે વરસાદના કારણે નદીનું પાણી ગામમાં ઘુસી ગયું છે અને ગામના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. એવું લાગી રહ્યું છે કે ગામ ની જગ્યાએ નદી આવી ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*