ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. આ ઉપરાંત સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં વાવાઝોડાના પગલે ધોધમાર વરસાદ પડ્યો છે. મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાં 14 કલાકમાં મોસમનો 12 ટકા વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
સૌથી વધુ વરસાદ ભરૂચમાં 7 ઈંચ ખાબક્યો છે. અંકલેશ્વરમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભરૂચમાં ભારે વરસાદના કારણે શહેરના સેવાશ્રમ રોડ, ફુરજા, કસક, ડભોઈયાવાડા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે.
જે કારણોસર ભરૂચમાં આજરોજ શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા જાહેર કરી દેવામાં આવી છે. વિસ્તારોમાં સોસાયટીની અંદર પાણી ઘુસી ગયા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાણીના કારણે એક છોટા હાથી ટેમ્પો પણ વરસાદી પાણીમાં તણાઈ રહ્યો છે.
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં સારો એવો વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગની આગાહી મુજબ ભરૂચ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે.
ભરૂચમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં સર્જાય પૂરની સ્થિતિ, પાણીના પ્રવાહમાં તણાયો ટેમ્પો… pic.twitter.com/HbWNaVLDv9
— GUJJU ROCKZ (@gujju_rockz) September 29, 2021
ભરૂચમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લાઓમાં આજરોજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ આગામી પાંચ દિવસ અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસે.
હવામાન વિભાગની આગાહી મુજબ ખાસ કરીને ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ મન મૂકીને વરસી શકે છે આ ઉપરાંત સુરત, ભરૂચ, ડાંગ વગેરેમાં ભારે વરસાદની આગાહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment