દેશમાં કોરોના સંક્રમણ સતત વધતા મોટેભાગના રાજ્યના વિદ્યાર્થીઓને મળી ચૂક્યું છે માસ પ્રમોશન. તેવામાં પશ્ચિમ બંગાળ માધ્યમિક શિક્ષણ બોર્ડે એ રાજ્યમાં સતત કેસ વધતા અને કોરોના સંક્રમણ ને ધ્યાનમાં રાખીને ધોરણ ૬થી ૯ ના વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની પરીક્ષા લીધા વિના પાસ કરવાનો નિર્ણય લીધો છે.આવી જાહેરાત કરનાર પશ્ચિમ બંગાળ પહેલું રાજ્ય બન્યું.
અને બોર્ડે આ માહિતી ની સૂચના વેબસાઇટ પર પણ મૂકેલી છે.શિક્ષણ બોર્ડના કહેવા મુજબ આ વર્ષે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં. ધોરણ 10 ના વિદ્યાર્થીઓને મોક ટેસ્ટ ની મદદથી બોર્ડની પરીક્ષાની તૈયારી કરવાની તક આપવામાં આવશે.
આ જ સાથે પશ્ચિમ બંગાળના શિક્ષણપ્રધાન ને કહ્યું કે ધોરણ 10,11 અને 12ના 30% અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવશે.
અને આગામી સમયમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ મુજબ શાળાઓ શરૂ કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment