ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે. જેમાં કેટલાક લોકો નાની એવી વાતમાં સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં રાજકોટમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પરિણીત મહિલાએ પોતાની ચાર વર્ષની દીકરીને ઝેર પીવડાવી પોતે પણ ઝેર ગટગટાવી લીધું હતું.
સમગ્ર ઘટના બન્યા બાદ માં દીકરીને સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું હતું. જ્યારે 4 વર્ષની દીકરી હજુ પણ સારવાર હેઠળ છે. વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલી મહિલાનું નામ પારૂલબેન હતું. પારુલ બેન ને પોતાના પતિ સાથે રાજકોટના કોઠારીયા રોડ ઉપર સ્વસ્તિક પાર્કમાં પોતાનું નવું મકાન લેવાની બાબતમાં માથાકૂટ થઈ ગઈ હતી.
જેના કારણે પારુલ બેન પોતાની ચાર વર્ષની દીકરી મિસ્ટી સાથે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થયા બાદ આજીડેમ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર હાલમાં સ્વસ્તિક પાર્કમાં રહેતા ભાર્ગવભાઈ ઢેબરીયાના લગ્ન છ વર્ષ પહેલા પારુલ સાથે થયા હતા.
એમને સંતાનમાં એક ચાર વર્ષની દીકરી છે. ગઈકાલે વહેલી સવારે 31 વર્ષના પારૂલબેન પોતાની દીકરીને ઝેર પીવડાવી પોતે ઝેરનો ટુકડો ખાઈ લીધો હતો. ત્યારબાદ આ પગલું ભર્યું છે તેવી જાણ પારૂલબેનને પોતાના પતિને કરી હતી. ઘટનાની જાણ થતા જ પરિવારના સભ્યો માતા અને દીકરીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન પારુલબેન નું મોત થયું હતું. જ્યારે ચાર વર્ષની દીકરીની સારવાર ચાલુ છે. પોલીસ પૂછપરછ માં જાણવા મળ્યું કે, ભાર્ગવભાઈ પોતાની પત્ની અને દીકરી સાથે ભાડાના મકાનમાં રહે છે. ત્યારે ભાર્ગવભાઈ ની પત્ની પારુલ બેસીને ઘરનું મકાન લેવાની વાત કરી હતી.
જેથી ભાર્ગવભાઈએ હાલમાં ધંધો ચાલતો ન હોય અને ગાડીના હપ્તા પૂરા થાય પછી મકાન લેશું તેવું પોતાની પત્નીને કહ્યું હતું. આ વાતનું ખોટું લાગતા પારુલ બેને આ પગલું ભર્યું છે તેવું હાલમાં કહેવામાં આવી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment