આવો ચમત્કાર પહેલા ક્યારેય નહીં જોયો હોય..! રસ્તાની બાજુમાં બાઈક પર બેસેલા યુવકનો એવી રીતે જીવ બચ્યો કે…વીડિયો જોઈને તમને પણ વિશ્વાસ નહીં થાય….

Published on: 4:53 pm, Fri, 5 May 23

રસ્તા પર ચાલુ ખતરનાક હોતું નથી, પરંતુ અમુક વખત રસ્તાની બાજુમાં ચાલુ કે ઉભું રહેવું જીવલેણ બની જતું હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં રસ્તાની બાજુમાં બાઈક પર બેસેલા એક યુવક સાથે અચાનક જ કંઈક એવી ઘટના બની કે તેને સપનામાં પણ નહીં વિચાર્યું હોય. આજકાલ તમે સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર અકસ્માતની ઘટનાઓના વિડીયો જોતા હશો.

ત્યારે હાલમાં રુવાટા ઉભા કરી દેનારી એક અકસ્માતની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં રસ્તાની બાજુમાં આરામથી ઊભા રહેલા વ્યક્તિની સામે અચાનક જ મોત આવી ગયું હતું. પરંતુ અંતિમ સમયમાં કંઈક એવું બન્યું કે વ્યક્તિનો ચમત્કારી બચાવ થઈ ગયો હતો.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ રોડના કિનારે પોતાની બાઈક પર આરામથી બેઠેલો નજરે પડી રહ્યો છે. કદાચ તે કોઈકની રાહ જોતો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રસ્તા પરથી જતું એક બેકાબુ JCB બાઈક પર બેઠેલા વ્યક્તિની તરફ આવતું નજરે પડી રહ્યું છે.

JCBને પોતાની તરફ આવતું જોઈને બાઈક સવાર યુવક બાઈક પરથી નીચે ઉતરવા લાગે છે, પરંતુ ત્યાં સુધીમાં તો જસીબી એકદમ તેની નજીક આવી ગયું હતું. જેસીબી બાઈક સવાર વ્યક્તિને ટક્કર લગાવે તે પહેલા એક બોલેરો કાર JCBને જોરદાર ટક્કર લગાવે છે. જેના કારણે જ સી બી ધીમો પડી જાય છે અને તેની દિશા બદલાઈ જાય છે. આવી રીતે બાઈક સવાર યુવકનો આ અકસ્માતની ઘટનામાં ચમત્કારી બચાવ થયો હતો.

હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર Hasan Zaroori Hai નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 33 હજારથી પણ વધારે લોકોએ જોયો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો