આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ઘણી વખત કેટલાક વાહન ચાલકો મન ફાવે તેમ વાહન ચલાવતા હોય છે. આ લોકોની બેદરકારીના કારણે ઘણી વખત માસુમ લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક કાર ચાલકની ટક્કરના કારણે બે પિતરાઈ બહેનોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
એવું જાણવા મળ્યું છે કે કારચાલક નશાની હાલતમાં કાર્ડ ચલાવી રહ્યો હતો. કારચાલકે સૌપ્રથમ એક સ્કૂટીને ટક્કર લગાવી હતી અને પછી બંને પિતરાઈ બહેનોને કચડી નાખી હતી. ત્યારબાદ કાર ચાલકે કાર ઉભી રાખી દીધી હતી. આ ઘટના મહારાજગંજ જિલ્લામાં બનવી છે.
વિસ્તૃતમાં વાત કરીએ તો, બુધવારના રોજ બે પિતરાઈ બહેનોને એક ઝડપી મારુતિ સ્વિફ્ટ કાર જોરદાર ટક્કર લગાવી હતી. આ ઘટનામાં બંને પિતરાઈ બહેનોના મૃત્યુની પ્રત્યા છે. આ ઘટના બની આ બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
પિતરાય બહેનોના મૃત્યુના કારણે તેના ગામમાં હોબાળો મચી ગયો હતો. આ ઘટનામાં 9 વર્ષીય અંશિકા અને 12 વર્ષીય શાલુનું મૃત્યુ થયું છે. એવું જાણવા મળી રહ્યું છે કે કાર ચાલકે ખૂબ જ નશો કર્યો હતો અને તે સંપૂર્ણ રીતે નિશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો.
કારચાલક ગોરખપુર તરફ કુરપા ઝડપે જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં કાર ચાલકે સૌપ્રથમ રસ્તા ઉપર પાર્ક કરેલી સ્કૂટીને જોરદાર ટક્કર લગાવી હતી અને ત્યારબાદ બંને પિતરાઈ બહેનોને કચડી નાખી હતી. પછી કાર આગળ જઈને એક દિવાલ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કાર ચાલક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બંને બહેનોના મૃતદેહને કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બનતા જ મૃતક બહેનોના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. એક સાથે બે માસુમ દીકરીઓની અર્થી ઉઠતા આખું પરિવાર હિબકે ચડ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment