આજના સમયમાં વજન વધવું એ સામાન્ય સમસ્યા છે. ઘરે-ઘરે આ સમસ્યા જોવા મળે છે અને તેનું નિરાકરણ લાવવા લોકો અવનવા પ્રયાસો કરતા રહે છે. પરંતુ, શું તમે જાણો છો કે વજન વધવાનું ખરેખર શું કારણ છે? દરેક વ્યક્તિ બહારનું ખાવાનું ઈચ્છે છે. આ ઉપરાંત તેલયુક્ત ભોજન લેવાને કારણે પેટ ઉપર ચરબી વધવા લાગે છે અને તેના પરિણામે વજનમાં વધારો થાય છે. જો થોડું ધ્યાન દેવામાં આવે તો તમે પણ પોતાનું વજન વધવાથી રોકી શકો છો. આજે અમે તમને આવા જ નુસખાઓ વિશે જણાવવા જય રહ્યા છીએ.
ઘણા બધા એવા પદાર્થ છે કે જેનાથી વજન ઓછું કરી શકાય છે અથવા પેટ ઉપર વધતી ચરબી ને રોકી શકાય છે. તો આવો વાત કરીએ આ નુસ્ખાઓ વિશે…
લીંબુ પાણી:- લીંબુ પાણી પેટની ચરબીને ઓછી કરવા માટેનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. ગરમ પાણીમાં લીબુનો રસ અને મીઠું મિક્સ કરીને રોજ સવારે તેનું સેવન કરવાથી શરીરમાં મેટાબોલિઝમ ખૂબ જ સારું જળવાઈ રહે છે અને તે વજન ઘટાડવા માટે પણ ખૂબ જ સારું નીવડે છે.
બદામ:- બદામ ની અંદર વિટામીન અને પ્રોટીન સિવાય ફાઈબર પણ વધારે માત્રામાં હોય છે. જેના કારણે વ્યક્તિનું પેટ ભરેલું રહે છે. તેની સૌથી સારી વાત એ છે કે, તેમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે. જેથી પેટ ની ચરબી વધતી નથી. માટે શક્ય હોય તો નિયમિત પણે અને બદામ ખાવાની ટેવ રાખવી જોઈએ.
વધારે પડતી ખાંડ ખાવાનું ટાળો:- ખાંડ ખાવાથી પેટ અને સાથળ ની ચરબી એકઠી થાય છે. આ ઉપરાંત ખાંડ અન્ય રીતે પણ નુકસાન કરે છે. જો તમે ખરેખર તમારું વજન ઓછું કરવા ઇચ્છતા હોય તો ખાંડથી દૂર રહેવું. આ ઉપરાંત જો તમે જાણતા હોય તો ખાંડને સફેદ ઝેર પણ માનવામાં આવે છે. તે અન્ય ઘણી બધી રીતે શરીરને નુકસાન પહોંચાડે છે.
કાચું લસણ:- આ લસણનું સેવન કરવાથી પેટની તથા સાથળની ચરબી માં ઘટાડો થાય છે. આ ઉપરાંત સવારે કાચું લસણ ખાઈને ત્યાર બાદ લીંબુ પાણી પીવાથી તે શરીરને ખૂબ જ લાભ પહોંચાડે છે. અને વજન ઘટાડવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે.
શાક અને ફળો:- ફળોનું સેવન કરવાથી પ્રોટીન, વિટામિન, મિનરલ્સ અને ફાઈબર જેવા ગુણો મળી રહેશે. પેટની ચરબી ઓછી કરવા માટે ફળો સાથે શાકનું સેવન ખૂબ જ લાભદાયક છે. આ ઉપરાંત એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીન-A પણ આપે છે. જેનાથી આપણું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે.
આ ઉપરાંત ફાસ્ટ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. વધારે પડતો મસાલેદાર ખોરાક ખાવાથી આપણા શરીરને નુકસાન થાય છે અને જેમ બને તેમ પાણી પીવાની ટેવ પાડવી જોઈએ તે શરીરના સ્વાસ્થ્યને જાળવી રાખે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment