લાલ સાડીમાં “દુલ્હન”ની જેમ તૈયાર કરીને તુનિષાને અંતિમ વિદાય અપાઈ, પોતાના જીવ કરતાં પણ વધારે વ્હાલી દીકરીને જોઈને માતાએ હોશ ગુમાવ્યો…

મિત્રો તમને બધાને ખબર હશે કે આજથી થોડા દિવસ પહેલા 20 વર્ષની ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ ટીવી સીરીયલ સેટ પર મેકઅપ રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બનતા જ સમગ્ર ટીવી ઇન્ડસ્ટ્રીમાં માતમ છવાઈ ગયો હતો. જે ઉંમરે બધા પોતાના સપનાની ઉડાન ભરે છે તે ઉંમરે તુનિષાએ દુનિયાને અલવિદા કહી દીધી છે.

તુનિષાએ દુનિયાને અલવિદા કીધી પરંતુ પોતાની પાછળ તે ઘણા લોકોને રડતા મૂકી ગઈ છે. મંગળવારના રોજ સાંજના સમયે તુનિષાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ વિદાય વખતે તુનિષાને લાલ સાડીમાં તૈયાર કરવામાં આવી હતી. તુનિષાને જોઈને ત્યાં હાજર બધા લોકો રડી પડ્યા હતા.

ગઈકાલે સાંજના સમયે તુનિષાના મૃતદેહને ઘરે લાવવામાં આવ્યું હતું. ત્યાર પછી ફૂલોથી સજાવેલી એમ્બ્યુલન્સમાં તુનિષાને અંતિમ સંસ્કાર માટે સ્મશાનગૃહ લાવવામાં આવી હતી. અહીં દરેક લોકોએ તેને રડતા રડતા વિદાય આપી હતી. અંતિમ વિદાય વખતે તુનિષાની માતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. છેલ્લી વાર દીકરીને જોઈને માતા બેભાન થઈ ગઈ હતી.

અંતિમ વિદાય વખતે તુનિષાની માતાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. તુનિષાને લાલ સાડીમાં દુલ્હનની જેમ તૈયાર કરવામાં આવી હતી અને તેને અંતિમ વિદાય આપવામાં આવી હતી. ભલે તુનિષા કુવારી હતી પરંતુ તેને દુલ્હનની જેમ તૈયાર કરવામાં આવી હતી. કદાચ તુનિષાની છેલ્લી ઈચ્છા હોય એવું પણ બની શકે.

તુનિષાના કાકાએ દીકરીને મુખાગ્રી આપી હતી. દીકરીના અંતિમ સંસ્કાર વખતે માતા વિનિતા બેન બેભાન થઈ ગયા હતા. પરિવારના લોકોએ તેમને માંડ માંડ સંભાળ્યા હતા. અંતિમ વિદાયમાં તુનિષાના ખાસ મિત્રો તથા ટીવી એક્ટર હાજર રહ્યા હતા. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તુનિષાએ આ પગલું કયા કારણોસર ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસનું કહેવું છે કે આ ઘટનાને લવ જિહાદ એંગલથી પણ તપાસ કરવામાં આવશે. સમગ્ર ઘટનાની તપાસ પૂર્ણ થયા બાદ ઘટનાનું ચોક્કસ કારણ સામે આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*