હોળીના સાત દિવસ બાદ મનાવવામાં આવતો તહેવાર એટલે શીતળા સપ્તમી… તો આવો આ દિવસના માહત્મ્ય વિશે જાણીયે. આ દિવસે માતા શીતળા માટે વ્રત રાખવામાં આવે છે. કહેવાય છે કે આ વ્રત રાખવાથી તમામ રોગોમાંથી મુક્તિ મળે છે. સાચા દિલથી તેમની પૂજા અર્ચના કરવાથી તમામ કષ્ટોનું નિવારણ આવે છે. આ વ્રત રાખવાનો મુખ્ય ઉદેશ્ય શીતળા માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો છે.
આ વ્રત દરમિયાન, સવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરીને વ્રત ની શરૂવાત કરવામાં આવે છે. ત્યારબાદ જ વ્રત ની શરૂવાત થાય છે. આ દિવસે ઘરમાં ચૂલો સળગાવવામાં આવતો નથી. સ્ત્રીઓ શીતળા માતાનું વ્રત રાખે છે અને પોતાના ઘરના કષ્ટોના નિવારણ માટે માતાજીને પ્રાર્થના કરે છે. વ્રત દરમિયાન ગરમ ખોરાક પણ ધારણ કરી શકાતો નથી.
આ દિવસના ભોજનની વ્યવસ્થા આગલી રાત્રે જ કરી દેવામાં આવે છે. ભક્તો આગલી રાતે જ ભોજન પકાવીને રાખે છે જેથી બીજે દિવસે તેનું ગ્રહણ કરી શકાય. આ ભોજન ના ભાગ રૂપે પૌષ્ટિક આહાર પકાવવામાં આવે છે.જેમ કે; પુરી,ભાત, હળવો, વગેરે… ત્યારબાદ વહેલી સવારે માતાજીની પૂજા કરીને તેઓને ભોગ ચડાવીને ભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે.
આ ઉપરાંત સ્ત્રીઓ આ વ્રતનો પાઠ કરે છે અને મંત્રનું જપ કરે છે. તમને એ પણ જણાવી દઈએ કે આ મંત્રનો જાપ તુલસીની માળાથી કરવો વધારે શુભ માનવામાં આવે છે. માતાજી ની મૂર્તિ સામે રાખીને તેનો પાઠ કરવાથી માતાજી વધારે પ્રસન્ન થાય છે. અને તેને શુભ પણ માનવામાં આવે છે.
ચાલો વાત કરીએ માતાની કથા વિશે… માન્યતાઓ અનુસાર, એક ગામમાં એક સ્ત્રી રહેતી હતી. તેને શીતળા માં પ્રત્યે ખુબ જ ભક્તિ અને વિશ્વાસ હતો. તે શીતળા માં ની સૌથી મોટી ભક્ત હતી. પરંતુ તેમના આસપાસના લોકોને શીતળા માતા પ્રત્યે વિશ્વાસ ન હતો. એકવાર ગામમાં અચાનક આગની ઘટના બની. આશ્ચર્યની વાત તો એ છે કે આ આગની ચપેટમાં આવતા આસપાસના તમામ ઝુંપડાઓ સળગી ગયા પરંતુ શીતળા માં ની આ ભક્તનું ઝૂંપડું ના સળગ્યું. લોકોને આ જોઈને ખુબ જ નવાઈ લાગી.
આ ઘટનાની વિગતવાર જાણ થતા ગામલોકોને ખુબ જ પસ્તાવો થયો. ત્યારબાદ અન્ય ગ્રામજનો પણ શીતળા માતાની પૂજા કરવા લાગ્યા. ત્યારથી આજ સુધી આ પરંપરા ચાલતી આવે છે. લોકો શીતળા માં પ્રત્યે અનહદ વિશ્વાસ દાખવે છે. અને માતાજી પણ તમામ ભક્તોના કષ્ટો દૂર કરે છે. આ ઉપરાંત શીતળા સપ્તમી ના દિવસે ભક્તો તેમના માટે વ્રત પણ રાખે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment