પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત થયો વધારો – જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ…

Published on: 9:53 am, Fri, 25 March 22

દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી પતી ગયા બાદ પેટ્રોલના ભાવમાં વધારો થવા લાગ્યો છે. ત્યારે આજરોજ ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. સરકારી તેલ કંપનીઓ દ્વારા અઠવાડિયામાં ત્રીજી વખત પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

પેટ્રોલની કિંમતમાં 80 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે અને ડીઝલની કિંમતમાં પણ 80 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવમાં ત્રણ વખત વધારો થયા બાદ પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 2.40 રૂપિયાનો વધારો થયો છે.

દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 97.81 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. દિલ્હીમાં ડીઝલનો ભાવ 89.07 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 112.51 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. મુંબઈમાં ડીઝલનો ભાવ 96.70 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે.

ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 103.71 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. ચેન્નઈમાં ડીઝલનો ભાવ 93.75 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. કોલકત્તામાં પેટ્રોલનો ભાવ 107.18 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. કોલકત્તામાં ડીઝલનો ભાવ 92.22 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે.

નોઈડામાં પેટ્રોલનો ભાવ 102.22 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. નોઈડામાં ડીઝલનો ભાવ 89.43 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. લખનઉમાં પેટ્રોલનો ભાવ 97.67 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. લખનઉમાં ડીઝલનો ભાવ 89.22 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે.

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે છ વાગે ફેરફાર થાય છે. છ વાગ્યા બાદ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ લાગુ પડે છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડાયા બાદ લગભગ પેટ્રોલ અને ડીઝલનો ભાવ ડબલ થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં દિવસેને દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આ કારણોસર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત થયો વધારો – જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*