રાત્રે ડ્યુટી પૂરી કરીને ઘરે જતા ડોક્ટરનું રસ્તામાં અકસ્માતમાં કમકમાટીભર્યું મોત… બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી…

હાલમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ગઈકાલે રાત્રે બનેલા એક અકસ્માતની ઘટનામાં ડોક્ટરે પોતાનો જીવ ગુમાવ્યો છે. ડોક્ટર બાઈક લઈને જતા હતા, ત્યારે અજાણ્યા વાહને તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી.

અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર ડોક્ટર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું ઘટના સ્થળે મોત થયું હતું. આ અકસ્માતની ઘટના ફિરોઝાબાદમાંથી સામે આવી રહી છે. ડોક્ટર એફ એસ મેડિકલ કોલેજમાં ડ્યુટી કરતા હતા. તેઓ ડ્યુટી કરીને ઘરે જઈ રહ્યા હતા.

ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. વિગતવાર વાત કરીએ તો, અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા ડોક્ટરનું નામ ગૌરવ યાદવ હતું. તેઓ એફ એસ મેડિકલ હોસ્પિટલમાં રેસીડેન્સ મેડિકલ ઓફિસર હતા. ડોક્ટર ગૌરવ યાદવ રાત્રે 9:00 વાગ્યાની આસપાસ પોતાની બ્યુટી પૂર્ણ કરીને બાઇક પર ઘરે જઈ રહ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં એક અજાણ્યા વાહને તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પછી પોલીસે ઇજાગ્રસ્ત થયેલા ડોક્ટર ગૌરવ યાદવને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા હતા.

જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ડોક્ટર ગૌરવ યાદવ ના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. ડોક્ટર ગૌરવ યાદવ બે બાળકોના પિતા હતા.

આ ઘટના બનતા જ બંને બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*