સુરતમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર રાજેન્દ્રભાઈ રામાણીનું નિમોનિયા ના કારણે મોત થવાનો મામલો સામે આવ્યો હતો. પરંતુ રાજેન્દ્ર ભાઈના મોતને લઈને તેમના પિતા દ્વારા મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન, રેસીડેન્સી ડોક્ટરને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાનું અને સિનિયર રેસીડેન્સી તબીબો દ્વારા રેગિંગ કરવામાં આવતું હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે.
હાલમાં તો આ મામલે તપાસ ચાલી રહી છે. મિત્રો તમને જણાવી દઈએ કે મૃત્યુ પામેલા ડોક્ટર રાજેન્દ્રભાઈ પોતાના પરિવાર સાથે નાના વરાછામાં લક્ષ્મીબાઈ રો હાઉસમાં રહેતા હતા. રાજેન્દ્રભાઈ સર્જરી વિભાગમાં પ્રથમ વર્ષમાં રેસીડેન્સી તબીબ તરીકે અભ્યાસ કરી રહ્યા હતા.
રાજેન્દ્રભાઈની તબિયત બગડતા તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બે જાન્યુઆરીના રોજ રાજેન્દ્રભાઈ નું મોત થયું હતું. રાજેન્દ્રભાઈ નું મોત થતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
આ ઘટના બન્યા બાદ રાજેન્દ્ર ભાઈના પિતાએ લેખિતમાં ફરિયાદ આપતા કહ્યું કે, તેમના દીકરાને છેલ્લા અઠવાડિયામાં માત્ર પાંચ કલાક જ ઊંઘ મળી હતી અને તેને યોગ્ય રીતે જમવાનો સમય પણ આપવામાં આવતો ન હતો.
સિનિયર રેસીડેન્સી તબીબ અને સિનિયર ડોક્ટર રાજેન્દ્રને એવું કહેતા કે તારે કામ નથી કરવું એટલે તું બીમારીનું નાટક કરે છો. સિનિયર વિદ્યાર્થીઓ પોતાનું કામ જુનિયર વિદ્યાર્થીઓ પાસે કરાવતા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment